________________
પાંચ પ્રકારની કુભાવનાઓ
૩૦૩
ગંભીર દેશનાથી આપે છે. બીજાની વાત દૂર રહી, પણ પોતે કેવલી છે એવું ગુરુએ જાણ્યા પછી તેમને (ભોજનાદિના) દાન વગેરેથી॰ તૃપ્ત કરતા નથી, તથા તે અત્યંત કૃતકૃત્ય જ છે, આ પ્રમાણે બોલવું એ કેવલીનો અવર્ણવાદ છે. પ્રતિનિષ્ઠિતાથૈ અત્યંત કૃતકૃત્ય એ શબ્દ લૌકિક ગહનો સૂચક છે.
૨
(કેવલી માટે આ પ્રમાણે બોલવું યોગ્ય નથી. કારણ કે) અભવ્યોને અને કોરડુ મગ સમાન ભવ્યોને કોઈથી પ્રતિબોધ પમાડી શકાતો નથી. કારણ કે તેમને પ્રતિબોધ પમાડવાનો કોઈ ઉપાય નથી. આથી કેવલી બધાને પ્રતિબોધ પમાડી શકતા નથી. આથી જ બધાને એકસરખો ઉપદેશ આપતા નથી. કેવલી ગુણોથી ગુરુથી પણ મહાન હોવાથી ગુરુને (સેવાદિથી) તૃપ્ત કરતા નથી. કેવલી વાસ્તવિક રીતે કૃતકૃત્ય છે. તેથી તેઓને હવે ગુરુસેવાદિ કંઈ કરવાનું હોતું નથી. (૧૬૩૮)
ધર્માચાર્યના અવર્ણવાદને કહે છે :
શુદ્ધજાતિ, શુદ્ધકુલ વગેરે ન હોય કે હોય તો પણ અનેક રીતે આચાર્યનો જાતિ-કુલ વગેરે સંબંધી અવર્ણવાદ બોલે, ગુરુસેવા ક૨વાની વૃત્તિ ન હોય, ગુરુનું અહિત કરે (=અનુચિત કરે), ગુરુના દોષો જુએ, સર્વ સમક્ષ ગુરુના દોષો કહે, ગુરુ પ્રત્યે પ્રતિકૂલ વર્તે, આ પ્રમાણે ધર્માચાર્યનો (ગુરુનો) અવર્ણવાદ છે. અહીં જાતિ, કુલ વગે૨ે કલ્યાણનું કારણ નથી, ગુણો કલ્યાણનું કારણ છે. ગુરુનો પરાભવ કરવાનો રસ વગેરે દોષો અત્યંત ભયંકર છે. (૧૬૩૯)
સાધુઓનો અવર્ણવાદ કહે છે :
સાધુઓ કોઈનો પરાભવ વગેરે સહન કરતા નથી, પરાભવ વગેરે થાય તો બીજા દેશમાં ચાલ્યા જાય છે, ધીમે ધીમે ચાલે છે, સાધુઓ પ્રકૃતિથી કડક હોય છે, બીજા લોકો પ્રત્યે તો ઠીક, મોટાઓ પ્રત્યે પણ કડક હોય છે, ક્ષણમાં રુષ્ટ બને છે તો ક્ષણમાં તુષ્ટ બને છે, સ્વભાવથી ગૃહસ્થો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, બધાનો સંગ્રહ કરવામાં તત્પર રહે છે,
૧. શિષ્ય કેવલી બની જાય એની ગુરુને ખબર પડી જાય તો ગુરુને આહાર-પાણી લાવી આપવા વગેરે રીતે ગુરુની ભક્તિ ન કરે. આથી અહીં ‘ગુરુને તૃપ્ત કરતા નથી’ એમ કહ્યું છે.
૨. અર્થાત્ અહીં ‘કૃતકૃત્ય' શબ્દ ગર્હ અર્થમાં છે. જેમ કોઈ શ્રીમંત પોતાના ગરીબ સગાને ત્યાં ન જાય તો ગરીબ સગો તેને કહે છે કે - ‘તમે હવે બહુ મોટા માણસ થઈ ગયા એટલે અમારા ઘરે ક્યાંથી આવો ?’ અહીં બહુ મોટા માણસ થઈ ગયા એ ગર્હા = વ્યંગ અર્થમાં છે. તેમ અહીં કેવલી ‘કૃતકૃત્ય થઈ ગયા’ એથી હવે તેમને બીજાની જરૂર શી છે ? જેથી ગુરુ વગેરેને ભોજનાદિથી તૃપ્ત કરે, એમ ગર્હ અર્થમાં કૃતકૃત્ય શબ્દ છે.