________________
પાંચ પ્રકારની કુભાવનાઓ
વિસ્મય પમાડનારને કહે છે ઃ
જે ઈંદ્રજાલ વગેરે કૌતુકોથી, તથા તેવા પ્રકારના ગામડિયા લોકોમાં પ્રસિદ્ધ (આહતં=) પ્રહેલિકા અને (હેટ=) વક્રોક્તિથી ‘મૂર્ખપ્રાયઃલોકોને ચિત્તભ્રમ રૂપ વિસ્મય પમાડે, પણ તેમાં પોતે વિસ્મય ન પામે, તે વિસ્મય પમાડનાર છે. (૧૬૩૫)
કાંદર્પ ભાવના કહી, હવે કિલ્બિષિકી ભાવના કહે છે :
શ્રુતરૂપ જ્ઞાનનો, કેવલીઓનો, ધર્માચાર્યોનો = ગુરુઓનો અને સામાન્યથી સર્વ સાધુઓનો અવર્ણવાદ બોલનાર અને માયા કરનાર કિલ્બિષભાવના અભ્યાસરૂપ કિલ્બિષિકી ભાવના કરે છે. (૧૬૩૬)
જ્ઞાનનો અવર્ણવાદ કહે છે :
૩૦૨
શાસ્ત્રોમાં પૃથ્વીકાય વગેરે કાયો, પ્રાણાતિપાતનિવૃત્તિ વગેરે વ્રતો, મદ્ય વગેરે પ્રમાદો અને તેના વિરોધી અપ્રમાદો - આ બધાનું તે તે સ્થળે વારંવાર એકનું એક વર્ણન આવે છે, આથી તે પુનરુક્તિ દોષ છે, તથા મોક્ષના અધિકારી સાધુઓને જ્યોતિષશાસ્ત્ર અને યોનિપ્રામૃતની શી જરૂર છે ? કોઈ જરૂર નથી. કારણ કે તે સંસારનું કારણ છે. આ પ્રમાણે કહેવું એ જ્ઞાનનો અવર્ણવાદ છે. અહીં કાય વગેરેનું જ પ્રયત્નથી પરિપાલન કરવાનું હોવાથી વિરાધના ન થાય એ માટે ઉપાધિના ભેદથી તે તે રીતે પૃથ્વીકાયાદિનો ઉપદેશ છે. જ્યોતિષશાસ્ત્ર વગેરે શિષ્યને સારા મુહૂર્ત (ગ્રહળ=) દીક્ષા આપવામાં અને સારા મુહૂર્તે (પાલન=) વિશિષ્ટ આરાધના કરાવવામાં ઉપયોગી છે. આથી જ્યોતિષ વગેરેનું ફલ શુભ જ છે. આ વિષે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. (૧૬૩૭)
કેવલીઅવર્ણવાદને કહે છે :
કેવલી બધાય જીવોને પ્રતિબોધ પમાડતા ન હોવાથી સમભાવવાળા નથી, ઉપદેશ સામાન્યથી (=સામાન્ય જીવોને સમજાય તે રીતે) આપતા નથી, કિંતુ ગંભીર કે અધિક
૧. મૂર્ખપ્રાયઃ = મૂર્ખ જેવા.
૨. વસ્તુના મૂળ સ્વરૂપને દબાવીને બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરે તે ઉપાધિ કહેવાય. જેમકે સફેદ સ્ફટિકનું સફેદ રંગ મૂળ સ્વરૂપ છે, પણ તેના ઉપર લાલ વસ્ત્ર વગેરે મૂકતાં તે લાલ દેખાશે. અહીં લાલ વસ્ત્ર સ્ફટિકના સફેદ રંગને ઢાંકીને = દબાવીને સ્ફટિકને બહારથી લાલ બતાવે છે, આથી લાલવસ્ત્ર ઉપાધિ છે. ઉપાધિ જતી રહે એટલે વસ્તુનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય. વસ્ત્ર દૂર થાય એટલે સ્ફટિક સફેદ દેખાય. તે રીતે જીવના પૃથ્વીકાય, અકાય વગેરે ભેદો કર્મરૂપ ઉપાધિના ભેદથી છે, અસલથી તો બધા જીવો સમાન છે.