________________
૩૦૧
પાંચ પ્રકારની કુભાવનાઓ થાય. (તિર્યંચ વગેરે ગતિમાં પણ ઉત્પન્ન થાય.) (૧૯૨૯) (કાંદર્પ ભાવનાના પાંચ પ્રકાર કહે છે :).
અહીં કંદર્પ એટલે કંદર્પવાળો. કૌકુચ્ય એટલે કૌમુચ્યવાળો. કંદર્પવાળો (=કંદર્પ કરનાર), કૌમુત્ર્યવાળો, તૃતદર્પશીલ, હાસ્યકર અને બીજાઓને વિસ્મય પમાડતો જીવ કાંદર્પ ભાવના કરે છે. (૧૬૩૦)
કંદર્પવાળો કાંદર્પભાવના કરે છે એમ કહ્યું. (આથી કંદર્પવાળો કોને કહેવાય તે કહે છે:) મુખ વિકૃત કરીને મોટા અવાજથી હસવું, અર્થાત્ અટ્ટહાસ્ય કરવું, પોતાના સરખા સાથે મશ્કરી કરવી, ગુરુ વગેરેને પણ કઠોર અને વક્ર વગેરે વચનો કહેવાં, કામને લગતી વાતો-કથાઓ કહેવી, આમ આમ કર એમ વિધાન દ્વારા કામનો ઉપદેશ આપવો, કામસંબંધી પ્રશંસા કરવી – (આ સર્વ કંદર્પ છે, આથી) આ સર્વ જેને છે = આ સર્વ જે કરે છે તેને કંદર્પવાળો જાણવો. (૧૬૩૧).
કૌમુત્ર્યવાળો કોણ છે તે કહે છે :- આંખના ભવાં, આંખો વગેરે શરીરના અંગોથી અને હાસ્યકારક તે તે વચનોથી તેવા પ્રકારના મોહરૂપ દોષથી ક્યારેક તેવી ચેષ્ટા કરે કે જેથી તેને જોનારા બીજા શરીર હાલી ઊઠે તે રીતે હસે, પણ પોતે ન હસે, મોઢું ખોલ્યા વિના હર્ષવાળો હોય તેમ રહે, જે આવો હોય તે કીકુચ્યવાન છે. (૧૬૩૨).
દુતદર્પશીલને કહે છે :
ઉતાવળના વેગથી વિચાર્યા વિના જલ્દી જલ્દી બોલે, શરદઋતુમાં દર્પથી ઉશ્રુંખલ બનેલ સાંઢની જેમ જલ્દી જલ્દી ચાલે, બધું ઉતાવળે કરે, અર્થાત્ વિચાર્યા વિના કરે, બેઠો હોય = ગમનાદિ ક્રિયા ન કરતો હોય તો પણ કુત્સિત બલના અતિશય અભિમાનથી ફુલાતો હોય, આવો જે હોય તે તૃતદર્પશીલ છે. (૧૬૩૩)
હાસ્યકરને કહે છે :
ભાંડની જેમ બીજાઓના છિદ્રોને = જુદા જુદા પ્રકારના વેષ અને ભાષાને નિરંતર જુએ, અને તેવા જ વિચિત્ર વેષ અને વચનોથી પોતાને અને જોનારા બીજાઓને હાસ્ય ઉત્પન્ન કરે તે હાસ્યકરે છે. (૧૬૩૪)
૧. અહીં ધર્મસંગ્રહમાં દ્રુતશીલ એવો શબ્દ છે, બુ. ક. માં દ્રવશીલ એવો શબ્દ છે. ૨. કુત્સિત એટલે નિંદ્ય કે ખરાબ. જે બલ અભિમાન કરાવે તે બલ નિઘ કે ખરાબ છે. ૩. છિદ્રશબ્દનો આ અર્થ બૃ. ક. ભા. ગા. ૧૩૦૦ની ટીકાના આધારે કર્યો છે.