________________
8O0
પાંચ પ્રકારની કુભાવનાઓ ચાલનારા જીવને પણ હોય છે. માટે એક સ્થાનમાં ઊભા રહીને ઊંઘનારાને થનારી પ્રચલાની અપેક્ષાએ પ્રચલાપ્રચલા ચડિયાતી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલાપ્રચલા કહેવાય છે. સૂત્રમાં થતયતા' એ પ્રમાણે “તા' ની બદલે “ત' હ્રસ્વ કર્યો છે તે “તીર્ધદ્દસ્વી મિથો વૃત્તી' (સિદ્ધહેમશબ્દાનુશાસન ૮/૧/૪) આ સૂત્રથી. (૧૧) જે નિદ્રાવસ્થામાં જાગ્રત અવસ્થામાં વિચારેલા કાર્યને સાધવા સંબંધી ઘણી ગાઢ ઇચ્છા થઈ હોય તે સ્યાનગૃદ્ધિ. “ગાય” (સિદ્ધહેમશબ્દાનુશાસન ૮/૨/૧૭૪) આ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી થીણદ્ધિ એ પ્રમાણે નિપાત થાય છે. આ નિદ્રાવસ્થામાં સૂનારો જાગ્રત અવસ્થામાં વિચારેલા કાર્યને ઊઠીને સાધે છે. આગમમાં આ કથાનક સંભળાય છે – કોઈક જગ્યાએ કોઈક સાધુ દિવસે હાથી વડે હેરાન કરાયો. થીણદ્ધિ નિદ્રાના ઉદયમાં વર્તનારો તે સાધુ તે જ હાથી ઉપર કદાગ્રહ બાંધીને રાત્રે ઊઠીને તેના બને દાંત ઉખેડીને પોતાના ઉપાશ્રયના દરવાજા પાસે નાંખીને ફરી સૂઈ ગયો, વગેરે. આ વ્યુત્પત્તિને આશ્રયીને કહે છે - થીણદ્ધિ દિવસે કે રાત્રે ચિંતવેલા કાર્યને કરનારી છે. નિદ્રા અને નિદ્રાવાળાનો અભેદ ઉપચાર કરીને આ પ્રમાણે કહ્યું. “રાષ્યિઃ ' (સિદ્ધહેમશબ્દાનુશાસન ૫/૩/૧૨૬) આ સૂત્રથી કર્તામાં મદ્ પ્રત્યય લાગ્યો છે. અથવા જે નિદ્રાવસ્થામાં આત્મશક્તિ એકઠી થઈ હોય તે સ્થાનદ્ધિ, કેમકે આ નિદ્રામાં પહેલા સંઘયણવાળાની શક્તિ વાસુદેવના અડધા બળ જેટલી હોય છે. આ વ્યુત્પત્તિને આશ્રયીને કહે છે - થીણદ્ધિ વાસુદેવના બળની અપેક્ષાએ અડધા બળવાળી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ થીણદ્ધિ કહેવાય છે...(૧૨)”.
કુત્સિત એટલે સંલેશવાળી. ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. કુત્સિત એવી ભાવના તે કુભાવના. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ કાંદર્પ ભાવના, ૨ કિલ્બિષી ભાવના, ૩ આભિયોગી ભાવના, ૪ આસુરી ભાવના અને ૫ સમ્મોહી ભાવના. શ્રીપંચવસ્તકમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - પાંચ અશુભ ભાવનાઓ
સંક્લિષ્ટ ભાવના કાંદર્પ, કૅલ્બિષિકી, આભિયોગિકી, આસુરી અને સંમોહની એમ પાંચ પ્રકારની કહી છે. કંદર્પ સંબંધી ભાવના તે કાંદર્પ ભાવના. એમ સર્વ શબ્દોમાં વ્યુત્પત્તિ કરવી. ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. (૧૬૨૮)
જે વ્યવહારનયથી સાધુ હોવા છતાં કોઈ પણ રીતે ભાવમંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઓમાં વર્તે છે તે તેવા પ્રકારના = કંદર્પ વગેરે પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે. જે સર્વથા (નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયોની અપેક્ષાએ) ચારિત્રની સત્તાથી રહિત છે, અથવા જે દ્રવ્યચારિત્રથી રહિત છે, તે કંદર્પ વગેરે દેવોમાં ઉત્પન્ન થાય કે ન પણ