________________
પાંચ પ્રકારના આસવો
૨૯૯
કહેવાનો ભાવ છે. માટે જ ભાવપ્રમાદ જુદો કહ્યો નથી. ઉપસંહાર કરે છે. ઉપર બતાવેલો અહીં જ કહ્યો હોવાથી પ્રત્યક્ષથી જણાતો આ પાંચ પ્રકારનો પ્રમાદ અને પાંચ પ્રકારનો અપ્રમાદ છે. જેનાથી જીવ ખૂબ મદ કરે તે પ્રમાદ. પ્રમાદનો અભાવ તે અપ્રમાદ. અભાવ એક હોવા છતાં પણ પ્રતિષેધ્ય (જેનો નિષેધ કરવાનો છે તે)ની અપેક્ષાએ અપ્રમાદના પાંચ પ્રકાર છે. (૧૮૦)’
આત્મામાં કર્મોને લાવે તે આસવ. તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં કહ્યું છે, ‘તેનાથી કર્મો આત્મામાં આવે છે તેથી આસ્રવ કહેવાય છે. (૬/૨)’
તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ હિંસા, ૨ અસત્ય, ૩ ચોરી, ૪ મૈથુન અને ૫ પરિગ્રહ. તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં આમનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે -
‘તેમાં કષાય વગેરે પ્રમાદથી પરિણત થયેલ આત્મારૂપ કર્તાએ કાયા વગેરે કરણના વ્યાપારથી દ્રવ્યભાવભેદથી પ્રાણોનો નાશ કરવો તે હિંસા છે. પૂર્વે કહેલ સામાન્ય લક્ષણનો યોગ હોતે છતે વિદ્યમાનને છુપાવનારું, અવિદ્યમાનને પ્રગટ કરનારું, વિપરીત, સાવદ્ય વગેરે મૃષાવચન છે. બીજાએ સ્વીકારેલાને આંચકીને, ચોરીથી કે શાસ્ત્રનિષિદ્ધને સ્વીકારવું તે સ્તેય છે. પૂર્વેના લક્ષણના યોગથી મોહનો ઉદય હોતે છતે ચેતન અને અચેતન પ્રવાહોનું આસેવન કરવું તે અબ્રહ્મ. શાસ્ત્રને અમાન્ય એવા, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્ય વગેરેને વિષે મમત્વ તે પરિગ્રહ છે....(૭/૧)’
જેનાથી ચૈતન્ય ખરાબપણાને એટલે કે અસ્પષ્ટપણાને પામે છે તે નિદ્રા. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલાપ્રચલા અને પ થીણદ્ધિ. પહેલા કર્મગ્રંથમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘હવે પાંચ નિદ્રાને કહેવાની ઇચ્છાવાળા કહે છે -
જે નિદ્રાવસ્થામાં સૂનારો નખની ચપટીથી જ સુખેથી જાગી જાય તે નિદ્રા. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિદ્રા કહેવાય છે. નિદ્રા કરતા ચડિયાતી નિદ્રા તે નિદ્રાનિદ્રા. આ શબ્દ મયૂરભંસકાદિ ગણનો હોવાથી મધ્યમપદલોપી સમાસ થયો. ‘વ' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. જે નિદ્રાવસ્થામાં સૂના૨ો અત્યંત અસ્પષ્ટ ચૈતન્યવાળો થયો હોવાથી ઘણા બધાં ઢંઢોળવાના પ્રકારો વડે મુશ્કેલીથી જાગે તે નિદ્રાનિદ્રા. માટે જ જેમાં સુખેથી જાગી શકાય એવી નિદ્રાની અપેક્ષાએ નિદ્રાનિદ્રા ચડિયાતી છે. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા કહેવાય છે. જે નિદ્રાવસ્થામાં જીવ ઊભા ઊભા કે બેઠા બેઠા ઊંધે તે પ્રચલા. તેના ઉદયથી ભોગવવા યોગ્ય કર્મપ્રકૃતિ પણ પ્રચલા કહેવાય. પ્રચલા કરતા ચડિયાતી પ્રચલા તે પ્રચલાપ્રચલા. આ પ્રચલાપ્રચલા