________________
૨૯૮
પાંચ પ્રકારના પ્રમાદો એ કારણથી દારૂ ન પીવો. (૧)
જીવો જેમાં વિષાદ પામે એટલે કે ધર્મ પ્રત્યે ઉત્સાહિત ન થાય તે વિષયો. અથવા ભોગવતી વખતે મધુર હોવાથી અને પરિણામે અતિ કડવા હોવાથી જે વિષની ઉપમાને પામે છે તે વિષયો. માટે જ અવિવેકી લોકો વિષયોને ભોગવે છે અને વિવેકી લોકો તેમને ત્યજે છે. કહ્યું છે કે, “માત્ર શરૂઆતમાં મધુર, કડવા ફળવાળા, વિષની ઉપમાવાળા, પાપી વિષયો અવિવેકી લોકો વડે આચરાયેલા છે અને વિવેકી લોકોથી વર્જાયેલા છે. (૧)
જેમ કસવાના પથ્થર ઉપર સોનું કસાય છે તેમ જેમાં જીવ કસાય છે એટલે કે વારંવાર ફેરાવાય છે તે કષ એટલે સંસાર. તે સંસારમાં જીવો જેના વડે ચારે બાજુથી જાય છે તે કષાયો. અથવા કષાય (કેસરી રંગ) જેવા હોવાથી કષાય કહેવાય છે. જેમ તુવેર વગેરેના કેસરી રંગથી ખરડાયેલા કપડા ઉપર મજીઠ (એક પ્રકારનું વનસ્પતિનું મૂળિયું) વગેરેનો રંગ ચોંટી જાય છે અને લાંબાકાળ સુધી રહે છે તેમ કષાયોથી કલુષિત આત્મા ઉપર કર્મ બંધાય છે અને ઘણી લાંબી સ્થિતિવાળું થાય છે, કેમકે કર્મની સ્થિતિ કષાયને આધીન છે. શિવશર્મસૂરિજીએ કહ્યું છે, “પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી કરે છે તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયથી કરે છે.” વગેરે. કષાયોની દુષ્ટતા એમની વ્યુત્પત્તિથી જ સમજાવાઈ છે.
જેનાથી આ ભવમાં અને પરભવમાં અવશ્ય ખરાબ અવસ્થાને પામે છે તે નિદ્રા. નિદ્રાને લીધે આ ભવમાં જ દાવાનળ વગેરેમાં વિનાશ પામે છે, શૂન્ય મનવાળો હોવાથી ધર્મકાર્યોમાં પણ પ્રવર્તતો નથી. કહ્યું છે કે, “ધર્મી જવો જાગતા સારા, અધર્મી જીવો સૂતેલા સારા – એમ જિનેશ્વર પ્રભુએ વત્સદેશના રાજાની બહેન જયંતીશ્રાવિકાને કહ્યું. (૧)
સ્ત્રી, ભોજન, ચોર, દેશ સંબંધી હોવાથી જેમ-તેમ બોલાતી હોવાથી વિરૂપ એવી કથા તે વિકથા. વિકથાના રસવાળો જીવ બીજાના ગુણ-દોષ બોલવા વગેરે વડે પાપકર્મો જ બાંધે છે. માટે જ ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે – “જ્યાં સુધી મન બીજાના ગુણ-દોષ બોલવામાં વ્યગ્ર થાય ત્યાં સુધી મનને વિશુદ્ધ ધ્યાનમાં વ્યગ્ર કરવું સારું છે. (પ્રશમરતિ ૧૮૪) અહીં ચૂર્ણિકારે પાંચમા પ્રમાદ તરીકે ઇન્દ્રિયો જ કહી છે. ત્યાં વિષયોનું ગ્રહણ કરવા છતાં પણ ફરી ઇન્દ્રિયોનું ગ્રહણ કર્યું છે તે વિષયોમાં પણ ઇન્દ્રિયોના કારણે જ પ્રવર્તે છે એવી ઇન્દ્રિયોની અતિદુષ્ટતાને કહેવા માટે. મોટા સામર્થ્યવાળા પણ ઇન્દ્રિયોને લીધે નાશ પામે છે. વાચકશ્રીએ કહ્યું છે, “અહીં ઇન્દ્રિયોમાં આસક્ત જીવો મરણ પામે છે, તે આ પ્રમાણે - ગર્ગનું સંતાન એવો સત્યકી અનેક ઋદ્ધિઓ અને ગુણોને પામેલો, અનેક શાસ્ત્રોમાં કુશળ અને અનેક વિદ્યાઓ અને બળથી યુક્ત હોવા છતાં પણ...' વગેરે.
તે તે પુદ્ગલો ભેગા થવાથી થયેલા દ્રવ્યરૂપે વિવક્ષા કરાતા આ પ્રમાદો દ્રવ્યપ્રમાદ છે અને આત્મામાં રાગ-દ્વેષના પરિણામરૂપે વિવક્ષા કરાતા આ પ્રમાદો ભાવપ્રમાદ છે-એવો