________________
પાંચ પ્રકારના પ્રમાદો
૨૯૭ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા અને ખરાબ રસને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨/૬૧)
જેમ રાગમાં આતુર થયેલા, માંસને ખાવામાં આસક્ત થયેલા માછલાની કાયા અંતે મૂકેલા માંસના ટુકડાવાળા લોઢાના ખીલારૂપ બડિશથી ભેદાય છે તેમ જે રસમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. (૩૨/૬૩).
રસમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૭૩)
સ્પર્શને ચામડીનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે સ્પર્શને સારો કહે છે. વૈષના કારણરૂપ તે સ્પર્શને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ સ્પર્શમાં ચામડી પ્રવર્તવા પર રાગદ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા અને ખરાબ સ્પર્શને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨૭૪)
જેમ રાગમાં આતુર થયેલો, જંગલમાં ઠંડા પાણીમાં પડેલો પાડો ગ્રાહ નામના જલચર જીવો વડે પકડાયો તેમ જે સ્પર્શમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. વસતિમાં કદાચ કોઈક પાડાને છોડાવે પણ ખરું, તેથી જંગલનું ગ્રહણ કર્યું. (૩૨/૭૬)
સ્પર્શમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુ:ખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૮૬)
જેનાથી જીવ મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળો થાય તે પ્રમાદ. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ મદ્ય, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા. પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ ઉત્તરાધ્યયનસૂત્રના ચોથા અધ્યયનની નિયુક્તિ અને તેની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું –
મદ્ય (દારૂ), વિષયો, કષાયો, નિદ્રા અને પાંચમી વિકથા કહી છે. આમ પાંચ પ્રકારનો પ્રસાદ અને અપ્રમાદ છે. જેનાથી નશો ચડે તે મદ્ય એટલે દારુ. મદ્યને લીધે લોકો સેવવા યોગ્ય - નહીં સેવવા યોગ્ય, બોલવા યોગ્ય - નહીં બોલવા યોગ્ય વગેરેના વિભાગને જાણતા નથી. માટે જ કહ્યું છે – “જે કારણથી મૂઢ જીવ કરવા યોગ્ય - નહીં કરવા યોગ્ય, બોલવા યોગ્ય - નહીં બોલવા યોગ્ય અને સેવવા યોગ્ય - નહીં સેવવા યોગ્યને જાણતો નથી