________________
૨૯૬
પાંચ પ્રકારના વિષયો રાગ-દ્વેષ નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી વેપાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. વા' શબ્દ ‘વ’ શબ્દના અર્થવાળો છે. (૩૨/૩૪)
શબ્દને કાનનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે શબ્દને સારો કહે છે અને દ્વેષના કારણરૂપ તે શબ્દને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ શબ્દમાં કાન પ્રવર્તવા પર રાગ-દ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારા-ખરાબ શબ્દને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતષ છે. (૩૨/૩૫)
જેમ રાગથી આતુર થયેલું, હિત-અહિતને નહીં જાણનારું હરણ શીકારીના ગીત વગેરરૂપ શબ્દમાં આકર્ષાયેલા ચિત્તવાળું હોવાથી અતૃપ્ત થઈને મરણ પામે છે તેમ જ શબ્દમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. (૩૨/૩૭).
શબ્દમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી લેવાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૪૭)
ગંધને નાકનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે ગંધને સારી કહે છે અને દ્વેષના કારણરૂપ તે ગંધને ખરાબ કહે છે. તેથી સારી કે ખરાબ ગંધમાં નાક પ્રવર્તવા પર રાગ-દ્વેષ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકાવારૂપ દોષ થાય છે. સારી અને ખરાબ ગંધને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ અને વીતદ્વેષ છે (૩૨/૪૮).
જેમ રાગથી આતુર થયેલ, નાગદમની વગેરે ઔષધીઓની ગંધમાં આસક્ત થઈને બિલમાંથી નીકળનારો સર્પ મરણ પામે છે તેમ જે ગંધમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. તે સર્પ અત્યંત પ્રિય એવી ગંધની ઉપેક્ષા કરી શકતો ન હોવાથી બિલમાંથી નીકળે છે. તેથી ગારુડિયા વગેરેને પરવશ થઈને દુઃખને અનુભવે છે. (૩૨/૫૦)
ગંધમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ રાગ-દ્વેષ તેનામાં નથી અને જેમ કમલીનીનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી વેપાતું નથી તેમ સંસારમાં રહેવા છતાં પણ આ પૂર્વે કહેલ દુઃખોના સમૂહોની પરંપરાથી તે લપાતો નથી. (૩૨/૬૦)
રસને જીભનું આક્ષેપક કહે છે. રાગના કારણરૂપ તે રસને સારો કહે છે. ટ્રેષના કારણરૂપ તે રસને ખરાબ કહે છે. તેથી સારા કે ખરાબ રસમાં નાક પ્રવર્તવા પર રાગ-દ્વેષ