________________
પાંચ પ્રકારના વિષયો
૨૯૫ ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ કરવાથી થતા વિપાકનો (ત્રકટુફળનો) જ ઉપદેશ આપવો જોઈએ. કારણ કે તે (ઉપદેશ) જ વિષયો પ્રત્યે વિરાગભાવને ઉત્પન્ન કરનાર હોવાથી મુક્તિનો સાધક છે. ઇંદ્રિયોના ભેદો વગેરે કહેવાથી શું? આવા પ્રશ્નના ઉત્તરને કહે છે –
ગાથાર્થ - આ પ્રમાણે જેને ઇન્દ્રિયોના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે જીવ સતત પાપોના વિષયોમાં દોડતા ઇન્દ્રિયોરૂપી અશ્વોનો જ્ઞાનરૂપ દોરીથી નિગ્રહ કરે છે. (૨૫૭)
ટીકાર્ય - અહીં તાત્પર્ય આ છે – જાણેલી જ વસ્તુનો નિગ્રહ કે અનુગ્રહ કરી શકાય છે. આથી ભેદ વગેરે પણ ઇન્દ્રિયજય વગેરેના જ્ઞાનનો ઉપાય હોવાથી ભેદ વગેરે પણ કહેવા જોઈએ. ભેદ વગેરેના જ્ઞાન દ્વારા જેનું સ્વરૂપ જણાઈ ગયું છે તેવા પોતપોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા ઇન્દ્રિયોરૂપી અશ્વોનો જ્ઞાનરૂપ દોરીથી સુખપૂર્વક નિગ્રહ કરે છે. (૨૫૭)
(સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.)
ઇન્દ્રિયો વડે ગ્રહણ કરવા યોગ્ય પદાર્થો તે વિષયો. તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ સ્પર્શ, ૨ રસ, ૩ ગંધ, ૪ વર્ણ અને ૫ શબ્દ. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ તેમના (ઇન્દ્રિયોના) વિષયો છે. (૨/૨૧)’
સારા અને ખરાબ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા. ઉત્તરાધ્યયનસૂત્રમાં અને મહોપાધ્યાયશ્રીભાવવિજયજીએ કરેલ તેની વૃત્તિમાં કહ્યું છે –
રૂપને આંખનું ગ્રહણ કરનારું એટલે આક્ષેપક કહે છે. જેનાથી ગ્રહણ કરાય તે ગ્રહણ. રાગના કારણરૂપ તે રૂપને સારુ કહે છે. દ્વેષના કારણરૂપ તે રૂપને ખરાબ કહે છે. તેથી તે સારા કે ખરાબ રૂપમાં આંખ પ્રવર્તવા પર રાગ થવાથી તેમાંથી બહાર નીકળી ન શકવારૂપ દોષ થાય છે, એવો કહેવાનો ભાવ છે. પ્રશ્ન - આમ રૂપ હોવા પર કોઈ પણ વીતરાગ નહીં થાય? જવાબ - સારા અને ખરાબ રૂપને વિષે જે રાગ-દ્વેષ વિનાનો હોવાથી સમાન છે તે વીતરાગ જેવો વીતરાગ છે, ઉપલક્ષણથી વિતદ્વેષ છે. અહીં ભાવ આવો છે - સારા-ખરાબ રૂપમાં પહેલા તો આંખ પ્રવર્તાવે જ નહીં, કદાચ પ્રવૃત્તિ થાય તો પણ સમતાનું આલંબન લે. (૩૨/૨૨)
જેમ રાગથી આતુર થયેલું, અતિસ્નિગ્ધ એવી દવાની શિખાને જોવામાં લંપટ બનેલું તે પતંગીયું મૃત્યુ પામે છે તેમ જે રાગમાં તીવ્ર આસક્તિ કરે છે તે અકાળે વિનાશ પામે છે. વા' શબ્દ ‘વ’ શબ્દના અર્થવાળો છે. (૩૨/૨૪)
રૂપમાં રાગ-દ્વેષ નહીં કરનારો મનુષ્ય શોક વિનાનો થાય છે, કેમકે શોકના કારણરૂપ