________________
પાંચ પ્રકારની ઇન્દ્રિયો
૨૯૩ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદથી બે પ્રકારે છે.
નિવૃત્તિ (=આકાર) પણ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારે છે. તેમાં શ્રવણેન્દ્રિયની અંદર-મધ્યમાં ચક્ષુથી ન જોઈ શકાય એવી અને કેવલીવડે જોવાયેલી કદંબપુષ્પના જેવી ગોળ આકારવાળી અને શરીરના અવયવમાત્રરૂપ કોઈક નિવૃત્તિ (=રચના) છે. જે રીતે શબ્દગ્રહણના ઉપકારમાં પ્રવર્તે તે રીતે અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુ ઇંદ્રિયની મસૂર ધાન્યના જેવા આકારવાળી અત્યંતર નિવૃત્તિ છે. ધ્રાણેન્દ્રિયની અતિમુક્ત પુષ્પના જેવા આકારવાળી કે કાહલવાજિંત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. રસનેન્દ્રિયની અસ્ત્ર-શસ્ત્રના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. સ્પર્શનેન્દ્રિયની યથાયોગ્ય પોતાના આધારભૂત શરીરના જેવા આકારવાળી અત્યંતરનિવૃત્તિ છે. બાહ્યનિવૃત્તિ તો બહાર જ બધાય જીવોને કાન વગેરેનો (કાનનો) ગોળાકાર છિદ્ર વગેરે જે દેખાય છે તે જ જાણવી.
ઉપકરણ તો તલવારની છેદનશક્તિની જેમ નિવૃત્તિ ઇંદ્રિયોના જ કદંબપુષ્પના જેવા ગોળ આકાર વગેરેની પોતાના વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ તે શક્તિરૂપ જાણવું.
આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અત્યંતર-બાહ્ય જે નિવૃત્તિ અને અત્યંતર-બાહ્ય નિવૃત્તિની શક્તિરૂપ જે ઉપકરણ એ બંનેય દ્રવ્યન્દ્રિય કહેવાય છે. કારણ કે “નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યન્દ્રિય છે.” (તત્ત્વાર્થાર/૧૭) એવું વચન છે.
લબ્ધિ અને ઉપયોગથી ભાવેન્દ્રિય જાણવી. તેમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ક્ષયોપશમથી જીવની શબ્દ વગેરેને ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ છે. શબ્દ વગેરેને જ ગ્રહણ કરવાનો પરિણામ તે ઉપયોગ છે. આ બંનેય ભાવેન્દ્રિય છે. (૨૪૮).
સંસ્થાન દ્વારમાં કહે છે -
ગાથાર્થ - ટીકાર્ય - કાનનું સંસ્થાન (આકાર) કદંબપુષ્પના જેવું ગોળ, ચક્ષુનું સંસ્થાન મસૂરના જેવું, નાકનું સંસ્થાન અતિમુક્ત પુષ્પના જેવું, જીભનું સંસ્થાન અસ્ત્રાના જેવું હોય છે. સ્પર્શનેન્દ્રિયનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે, કારણ કે સ્પર્શનના આધારભૂત સર્વજીવોના શરીરો અસંખ્યાત છે. એ શરીરો વિવિધ પ્રકારના હોવાથી એ શરીરમાં રહેલી સ્પર્શનેન્દ્રિય પણ તેટલા આકારવાળી છે.
હવે પ્રમાણ દ્વારને આશ્રયીને કહે છે –
શ્રવણ વગેરે સર્વ ઇંદ્રિયોની અત્યંતર નિવૃત્તિને આશ્રયીને જાડાઈમાં અને પહોળાઈમાં દરેકનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ફક્ત રસનેન્દ્રિય ઉત્કૃષ્ટથી કોઈને બેથી નવા આંગળ જેટલી પણ પહોળી હોય છે. સ્પર્શનેન્દ્રિય તો પોતાના આધારભૂત શરીરના