________________
ત્રીજી છત્રીસી, હવે ત્રીજી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - ઇન્દ્રિયપંચક, વિષયપંચક, પ્રમાદપંચક, આગ્નવપંચક, નિદ્રાપંચક, કુભાવનાપંચક - આ છ પંચકોમાં અને છ કાયોમાં યતનાવાળા - આમ છત્રીસ-ગુણોવાળા ગુરુ જય પામો. (૩)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ઇન્દ્રનું એટલે કે જીવનું લિંગ એટલે કે ચિહ્ન તે ઈન્દ્રિય તત્ત્વાર્થાધિગમસૂત્રની વૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિ મહારાજે કહ્યું છે, “તેનું એટલે કે આવા પ્રકારના આત્માનું એટલે કે ઈન્દ્રનું લિંગ એટલે કે અત્યંત છુપા પદાર્થને જણાવનારું અવિનાભાવી ચિહ્ન તે ઇન્દ્રિય કહેવાય છે. (૨/૧૫)'
ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ સ્પર્શનેન્દ્રિય, ર રસનેન્દ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય અને ૫ શ્રોત્રેન્દ્રિય. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે, “સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર - આ પાંચ ઇન્દ્રિયો છે. (૨/૨૦)
ઈન્દ્રિયોના ભેદ, સ્વરૂપ વગેરે પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યા છે –
ગાથાર્થ - ટીકાર્ય - લોકપ્રસિદ્ધ શ્રોત્ર વગેરે પાંચ જ ઇંદ્રિયો છે. ફરી એક એક ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી ભિન્ન છે = બે ભેદવાળી છે. (૨૪૭)
તેમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહે છે –
ગાથાર્થ - અંદર અને બહાર નિવૃત્તિ, અંદર-બહાર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ એ બંને દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિય લબ્ધિ અને ઉપયોગથી જાણવી. (૨૪૮)
ટીકાર્થ જે પરમ ઐશ્વર્યવાન હોય તે ઇન્દ્ર. જીવ પરમઐશ્વર્યવાન છે. માટે ઈંદ્ર એટલે જીવ. ઇંદ્રના = જીવના ઉપકાર માટે જે પ્રવર્તે તે ઇન્દ્રિય. કાન વગેરે ઇંદ્રના = જીવના ઉપકાર માટે પ્રવર્તે છે, માટે કાન વગેરે પાંચ ઇંદ્રિય છે. તે પ્રત્યેક ઇંદ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. પુદ્ગલસ્વરૂપ ઇંદ્રિય દ્રવ્યન્દ્રિય છે. લબ્ધિ-ઉપયોગ રૂપ ઇંદ્રિય