________________
૨૬૪
એક પ્રકારનો સંવેગ ધર્મસંગ્રહણીમાં પણ કહ્યું છે – “(સમ્યગ્દષ્ટિ) ચક્રવર્તી અને ઇન્દ્રના સુખને ભાવથી દુઃખરૂપ જ માનતો સંવેગથી મોક્ષ સિવાય કંઈ પણ માંગતો નથી. (૮૦૯)'
અથવા સમ્યક્ત્વથી પવિત્ર અંત:કરણવાળા જીવોનો મોક્ષસાધયોગોમાં માનસિક આનંદ તે સંવેગ છે. સંવેગરંગશાળામાં કહ્યું છે -
જેમ જેમ (તાત્વિક) રસના અતિશય વિસ્તારથી ભરપૂર એવા નવા નવા શ્રતનું અવગાહન કરે છે, તેમ તેમ નવા નવા સંવેગની શ્રદ્ધા થવાથી મુનિ આહ્વાદને પામે છે. (૧૩૪૨) વળી જેમ જેમ સંવેગરસનું વર્ણન કરાય, તેમ તેમ પાણી ભરેલો માટીનો કાચો ઘડો જેમ ભિંજાય (ભદાય), તેમ ભવ્યાત્માઓના હૃદયો ભેદાય છે. (૪૯) વળી લાંબા કાળ સુધી પાળેલા સંયમનો સાર પણ આ (સંવેગરસની પ્રાપ્તિ) છે, કારણ કે – બાણ તેને કહેવાય, કે જે લક્ષ્યના મધ્યને વિધે ! (તમ આરાધના તેને કહેવાય, કે જેથી સંવેગ પ્રગટે.) (૫૦) દીર્ઘકાળ સુધી તપ તપ્યા, ચારિત્ર પાળ્યું અને બહુ શ્રુતજ્ઞાનને પણ ભણ્યા, છતાં જો સંવેગરસ ન પ્રગટ્યો, તો તે સર્વ ફોતરાને ખાંડવાની જેમ (નિષ્ફળ) જાણવું. (૫૧) કારણ કે હૃદયમાં (અથવા પાઠાન્તરે) સમગ્ર દિવસમાં એક ક્ષણ પણ સંવેગરસ ન પ્રગટે, તો તે નિષ્ફળ બાહ્ય ક્રિયાના કષ્ટનું શું ફળ મળ્યું? (૫૨) પખવાડિયામાં, મહિનામાં, છ માસમાં કે વર્ષને અંતે પણ જેને સંવેગરસ ન પ્રગટે, તે આત્માને દુર્ભવ્ય કે અભવ્ય જાણવો. (૫૩)
સંવેગ એક પ્રકારનો છે.
ગુરુ સમ્યકત્વ, ચારિત્ર, વ્રત, વ્યવહાર, આચાર, સમિતિ, સ્વાધ્યાય અને સંવેગમાં મગ્ન હોય છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ ગુરુ વિજય પામો. (૩)
આમ બીજી છત્રીસી સમાપ્ત થઈ.
जइ वि दिवसेण पयं धरेड्, पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु, जइ इच्छसि सिक्खिउं नाणं ॥
જો તું જ્ઞાન ભણવા ઇચ્છે છે તો જો દિવસમાં એક પદ યાદ રહે કે ૧૫ દિવસમાં અડધો શ્લોક યાદ રહે તો ય ઉદ્યમ છોડવો નહીં.