________________
૨૬૨
સ્વાધ્યાયની વિધિ હોંશિયાર એવા ગુરુના વચનથી જાણેલા બધા પૂર્વેના સારા વિચારોને એકાગ્રતાપૂર્વક મનમાં ખૂબ વિચારવા. ધર્મના અર્થીએ ગુરુકૃપાથી સારી રીતે સમજેલ, પોતાની અને બીજાની ઉપર ઉપકાર કરનાર, શુદ્ધ એવો ધર્મનો ઉપદેશ યોગ્ય જીવોને કહેવો.”
શ્રીહરિભદ્રસૂરિજીએ રચેલ વિંશતિર્વિશિકામાં અને શ્રીકુલચન્દ્રસૂરિજીએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે –
હવે સૂત્રને ગ્રહણ કરવાની વિધિ કહે છે - દીક્ષાપર્યાયના ક્રમથી આવેલું સૂત્ર ત્રણ વર્ષ, પાંચ વર્ષ વગેરે કાળના યોગથી અથવા કાલગ્રહણ અને યોગોહન કરીને ગુણથી ગુરુ એવા સુગુરુ પાસેથી ઉદ્દેશ, સમુદેશ વગેરે ક્રમે ગ્રહણ કરવું એ ગ્રહણની વિધિ છે. (૧૨/૭)
સૂત્રને ગ્રહણ કરવાની વિધિ કહી. હવે સૂત્રને આપવાની વિધિ કહે છે - ઉપરના શ્લોકમાં કહેલ સૂત્રને ગ્રહણ કરવાની વિધિ એ જ સૂત્રને આપવાની વિધિ છે. ફરક એટલો છે કે અખંડ ચારિત્રથી યુક્ત એવા જે ગુરુ કે ગુરુ વડે અનુજ્ઞા અપાયેલ સાધુ તે સૂત્રના દાતા છે. (૧૨૮).
હવે અર્થને ગ્રહણ કરવાની વિધિ કહે છે - સૂત્રને ગ્રહણ કરવાની વિધિ તે જ રીતે આવશ્યક, દશવૈકાલિક વગેરે સૂત્રના અર્થને ગ્રહણ કરવાની વિધિ ક્રમથી અને ભાવ-પર્યાયના યોગથી જાણવી. ક્રમથી એટલે પહેલા આવશ્યક, પછી ઉત્તરાધ્યયન, પછી આચારાંગ વગેરે રૂપ ક્રમથી. ભાવ એટલે સૂત્રની જેમ સૂત્રનો અર્થ પણ શ્રેષ્ઠમંત્રરૂપ છે એવો અધ્યવસાય. પર્યાય એટલે અસ્મલિત ચારિત્રપર્યાય. ‘ભાવપરિવાળોગો' એવા પાઠાંતરને આશ્રયીને ભાવ એટલે પરિણામ, તેનો પરિપાક એટલે પરિણતિ એટલે કે અપરિણામીપણું અને અતિપરિણામીપણું છોડીને પરિણામીપણું, તેના યોગથી. કહેવાનો ભાવ આવો છે – પર્યાયથી અર્થને ગ્રહણ કરવાને યોગ્ય થયો હોવા છતાં અપરિણામી અને અતિપરિણામી અયોગ્ય છે એટલે તેમને છોડીને પરિણામીને જ અર્થ આપવા એ વિધિ છે. (૧૨)
અર્થને ગ્રહણ કરવાની વિધિને જ વિશેષથી કહે છે -
માંડલી, નિષદ્યા, અક્ષ, કૃતિકર્મ, કાઉસ્સગ્ગ, જ્યેષ્ઠને વંદન, ઉપયોગ, સંવેગ, યોગ્ય અવસરે પૂછવું વગેરે અર્થને ગ્રહણ કરવાની વિધિ છે. માંડલી એટલે પર્યાય પ્રમાણે સાધુઓનું ગોળાકારે બેસવું તે અથવા જ્યાં તે વ્યાખ્યાન કરવા વગેરેનું સ્થાન હોય છે. કોઈક અન્ય ગ્રંથમાં “ક્વન' એવો પાઠ છે. એનો અર્થ - માંડલીના સ્થાનની પ્રાર્થના એવો કરવો. નિષદ્યા એટલે ગુરુ માટે અને સ્થાપનાચાર્ય માટેના વિશેષ પ્રકારના આસન. સ્થાપનાચાર્યનું આસન થોડું ઊંચું હોય. અક્ષ એટલે સ્થાપનાચાર્યજી લાવવા. કયાંક “
સિવા’ સણા' એવા ખોટા પાઠો મળે છે. તે ખોટા હોવાથી અમે તેનો આદર કરતાં નથી. કૃતિકર્મ