________________
સ્વાધ્યાયની વિધિ
૨૬૧ વિદ્યાધર અભયકુમારને વિદ્યા આપીને આકાશમાં ઊડી ગયો. જેમ આ પ્રમાણે એક અક્ષરની ન્યૂનતાથી વિદ્યાથી સાધી શકાય તેવું કાર્ય ન થયું, તેમ અહીં પણ અક્ષર વગેરેની ન્યૂનતામાં અર્થનો ભેદ થાય. અર્થના ભેદથી ક્રિયાનો નાશ થાય. ક્રિયાનો નાશ થતાં ચારિત્રમાં વિસંવાદ ઉત્પન્ન થાય. ચારિત્રના વિસંવાદમાં મોક્ષનો અભાવ થાય. મોક્ષનો અભાવ થતાં દીક્ષા વ્યર્થ બને. ' અર્થસંબંધી વિધિને કહે છે - સૂત્રનો અર્થ સાંભળવાનો હોય ત્યારે માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. માર્જન=ભૂમિની શુદ્ધિ કરવી અર્થાત્ જ્યાં વાચના લેવાની હોય ત્યાં કાજો લેવો. નિષદ્યાગુરુનું આસન પાથરવું. અક્ષઃસ્થાપનાચાર્યજી પધરાવવા. આદિ શબ્દથી વંદન કરવું વગેરે વિધિ સમજવો. (૨૨)
હવે શ્રવણનો જ વિધિ કહે છે -
ગાથાર્થ-ટીકાર્ય - નિદ્રા-વિકથાનો ત્યાગ કરી, (ગુfહં ) વાચના-શ્રવણ સિવાયની સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, અંજલિ જોડી, ગુરુપ્રત્યે ભક્તિ-બહુમાનપૂર્વક વાચના સાંભળવામાં એકાગ્ર બનીને વાચના સાંભળવી જોઈએ. (૨૩)
ફરી પણ કેવા બનીને વાચના સાંભળવી જોઈએ તે કહે છે –
ગાથાર્થ - ટીકાર્ય - ગુરુના પરલોકમાં અનુકૂળ(=હિતકર) અર્થાવાળા સુભાષિત વચનોને સાંભળવાની ઇચ્છાવાળા, વિસ્મિત મુખવાળા, સુંદર અર્થોની પ્રાપ્તિથી થયેલા હર્ષવાળા, હર્ષના આગમનથી બીજાઓને સંવેગ કરવા વડે હર્ષ ઉત્પન્ન કરનારા બનીને વાચના સાંભળવી જોઈએ. (૨૪)
આ પ્રમાણે સાંભળનારાઓથી ગુરુને અતિશય સંતોષ થાય છે. ગુરુને સંતોષ થવાથી શું થાય છે? તે કહે છે -
ગાથાર્થ - ટીકાર્ય - ગુરુને થયેલા સંતોષથી, ગુરુસેવાથી, આસનપ્રદાન આદિ વિનયથી ઇચ્છિત સૂત્ર અને અર્થનો જલદી પાર પામે છે. (૨૫)'
(સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) બીજે પણ કહ્યું છે –
દરરોજ સારી રીતે ઈરિયાવહીને પડિક્કમીને, પ્રસન્ન મનવાળા થઈને, સારી રીતે મુખને ઢાંકીને એટલે કે મુહપત્તિના ઉપયોગપૂર્વક દોષો વિનાના સૂત્રનું પદોનો છેદ (વિભાગ) કરવા પૂર્વક પુનરાવર્તન કરવું. જિનેશ્વર ભગવાનના શાસ્ત્રોને પ્રગટ કરવામાં