________________
૨૬૦
સ્વાધ્યાયની વિધિ ગાથાર્થ - અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા સૂત્રમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. સૂત્રના અર્થમાં માર્જન, નિષદ્યા અને અક્ષ વગેરે વિધિ છે. (૨૨)
ટીકાર્થ - શ્રુતજ્ઞાન સૂત્રથી અને અર્થથી એમ બે પ્રકારે છે. તેમાં આચારાંગ, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં કાલગ્રહણ વગેરે વિધિ છે. કાલ એ શાસ્ત્ર-આચરણથી પ્રસિદ્ધ ક્રિયાવિશેષ છે. આદિ શબ્દથી ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા વગેરે વિધિ સમજવી.
અઅલિતત્વ-અમિલિતત્વ - જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્રો બોલતાં ખચકાવું તે સ્મલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અસ્મલિતત્વગુણ છે. (ઉતાવળ વગેરે કારણોથી) બોલનારના પદ વગેરેનો વિચ્છેદ જેમાં ન જણાય, અર્થાત્ બોલનાર પદો છૂટાં છૂટાં ન બોલે તે મિલિતત્વદોષ છે. એનાથી વિરુદ્ધ અમિલિતત્વગુણ છે. આ નિર્દેશ ભાવની પ્રધાનતાવાળો છે. આથી અમ્મલિતના સ્થાને અસ્મલિતત્વ (=સ્મલનાનો અભાવ) અને અમિલિતના સ્થાને અમિલિતત્વ(–છૂટું છૂટું) એમ સમજવું. અહીં ગ્રંથકારે સૂત્રનું “અસ્મલિતત્વ-અમિલિતત્વ આદિ ગુણવાળા” એવું વિશેષણ કહીને અહીનાક્ષરત્વ, અનત્યક્ષરત્વ, અલિતત્વ, અમિલિતત્વ વગેરે ગુણોથી યુક્ત સૂત્ર બોલવું જોઈએ એવો વિધિ જ કહેલો છે એમ જાણવું.
પ્રશ્ન - હીનાક્ષરત્વ આદિથી યુક્ત સૂત્ર બોલવામાં ક્યો દોષ છે કે જેથી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાય છે?
ઉત્તર - લોકમાં પણ હીનાક્ષરત્વ આદિથી યુક્ત બોલતા વિદ્યા-મંત્રો વગેરેથી વિવક્ષિત ફલનો અભાવ અને અનર્થની પ્રાપ્તિ દેખાય છે, તો પછી પરમમંત્ર સમાન જિનપ્રણીત સૂત્રો અંગે શું કહેવું? અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે – “મગધદેશના રાજગૃહ નામના શ્રેષ્ઠ નગરમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા. દેવોએ રમણીય સમવસરણ રચ્યું. દેવમનુષ્ય-તિર્યંચોના મિલનથી શોભતા તે સમવસરણમાં અભયકુમાર આદિથી સહિત શ્રેણિકરાજા વંદન કરવા માટે આવ્યા. ધર્મ સાંભળીને પર્ષદા સમવસરણમાંથી નીકળી ત્યારે એક ખેચર આકાશમાં થોડુંક જઈને ફરી ફરી પૃથ્વી ઉપર પડે છે. તેથી શ્રેણિકે જિનેન્દ્રને પૂછયું, “હે જગન્નાથ ! આ વિદ્યાધર પાંખથી રહિત પક્ષીની જેમ ઉત્પાત-નિપાત (ઊંચે જવું અને નીચે પડવું) કેમ કરે છે?' જિનેશ્વરે કહ્યું, “આ વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. તેથી આ વિદ્યાધર આકાશમાં જવા સમર્થ નથી.” જિનેશ્વરે કહેલી તે વાતને સાંભળીને અભયકુમારે જલદી વિદ્યાધરની પાસે જઈને કહ્યું, “તું વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. જો તું મને આ વિદ્યા આપે તો હું તને એ અક્ષર મેળવીને કહ્યું.' વિદ્યાધરે તેમ સ્વીકાર્યું. અભયકુમારે પદાનુસારી લબ્ધિથી તે અક્ષર મેળવીને તેને કહ્યો. ખુશ થયેલો તે