________________
પાંચ પ્રકારનો સ્વાધ્યાય
૨૫૯
ઞ એટલે મર્યાદાપૂર્વક એટલે કે સિદ્ધાંતમાં કહેલ ન્યાયપૂર્વક, અધ્યયન એટલે ભણવું – તે આધ્યાય. સારો આધ્યાય તે સ્વાધ્યાય. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા અને ૫ ધર્મકથા. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં અને તેના ભાષ્યમાં વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે -
‘સૂત્રાર્થ - વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. (૯/૨૫)
ભાષ્યાર્થ - સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ. તેમાં વાચના એટલે શિષ્યને ભણાવવું. પ્રચ્છના એટલે ગ્રંથ અને અર્થ પૂછવા. અનુપ્રેક્ષા એટલે ગ્રંથ અને અર્થનો જ મનથી અભ્યાસ કરવો. આમ્નાય એટલે ઘોષથી વિશુદ્ધ એવું પરાવર્તન, એટલે કે ગુણવું, એટલે કે રૂપનું ગ્રહણ એટલે એક વાર, બે વાર, ત્રણ વાર વગેરે ગણત્રીપૂર્વક પાઠ કરવો. અર્થનો ઉપદેશ, વ્યાખ્યાન, વ્યાખ્યાનું વર્ણન, ધર્મનો ઉપદેશ એ પર્યાયવાચી શબ્દો છે. (૯/૨૫)’
સ્વાધ્યાયની વિધિ આ પ્રમાણે જાણવી -
‘શ્રુતને ભણનારાએ હંમેશા પલાઠી, ટેકો, પગ પસારવા, વિકથા અને હાસ્ય-આટલું વર્જવું.’
ઉત્તરાધ્યયનસૂત્રના પહેલા અધ્યયનમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
‘આસન ઉપર બેસીને સૂત્ર વગેરે ન પૂછે. તેવા પ્રકારની (માંદગી વગેરે) અવસર વિના કદાચ બહુશ્રુત હોય તો પણ સંથારા પર રહીને ન પૂછે. બહુશ્રુતે પણ સંશય પડે તો પૂછવું જોઈએ અને પૂછતા ગુરુની અવજ્ઞા ન કરવી જોઈએ, કેમકે ગુરુનો વિનય હંમેશા ઓળંગવા યોગ્ય નથી. ગુરુની પાસે આવીને ઊભડક પગે બેસીને એટલે કે આસન છોડીને અથવા કા૨ણે આસન પર બેસીને હાથ જોડીને સૂત્ર વગેરેને પૂછે. (૧/૨૨)
આવા શિષ્યનું ગુરુએ જે કરવાનું છે તે કહે છે -
આ રીતે કહેલી નીતિથી વિનયવાળા, કાલિકઉત્કાલિક વગેરે સૂત્ર, તેનાથી કહેવા યોગ્ય અર્થ અને સૂત્ર-અર્થ ઉભયને પૂછનારા એટલે કે જાણવા ઇચ્છનારા, પોતે દીક્ષા આપેલા કે ઉપસંપદા સ્વીકારેલા શિષ્યને જે પ્રમાણે પોતે પોતાના ગુરુ પાસેથી સાંભળ્યું હોય તે પ્રમાણે કહેવું, પોતાની બુદ્ધિથી વિચારીને નહીં. (૧/૨૩)’
પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –