________________
૨૫૮
પાંચ પ્રકારની સમિતિ (૧૦) છર્દિતદોષ - ઢોળતા ઢોળતા વહોરાવેલ વસ્તુ વહોરવી તે. આ એષણાના દસ દોષો છે.
આ બધા ય બેતાલીસ દોષો થાય છે. ગાથામાં ‘વાયામેસામો' શબ્દમાં મ કાર છે તે વ્યાકરણના નિયમ વિના બહારથી આવેલ છે.
ભોજનના પાંચ દોષ આ પ્રમાણે છે – (૧) સંયોજનાદોષ - સ્વાદ માટે બે કે વધુ વસ્તુને ભેગી કરીને વાપરવી તે.
(૨) પ્રમાણદોષ - પુરુષ, સ્ત્રી, નપુંસકનો ક્રમશઃ ૩૨, ૨૮, ૨૪ કોળીયા આહાર છે. તે પ્રમાણથી વધુ વાપરવું તે.
(૩) ઈંગાલદોષ - આહાર વગેરેના દાતાની પ્રશંસા કરીને કે આહાર વગેરે ઉપર રાગ કરીને વાપરવું તે.
(૪) ધૂમદોષ - આહાર વગેરેના દાતાની નિંદા કરીને કે આહાર વગેરે ઉપર દ્વેષ કરીને વાપરવું તે.
(૫) કારણદોષ - કારણ વિના વાપરવું તે. (૨૯૮) હવે આદાનનિક્ષેપણાસમિતિને કહે છે –
જે સાધુ પહેલા આંખથી પ્રદેશને જોઈને પછી રજોહરણથી પ્રમાર્જીને ભોજન વગેરે મૂકે છે કે લે છે તે ઉપકરણના લેવા-મૂકવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે આદાનભાંડનિક્ષેપણાસમિતિવાળો થાય છે. ગાથામાં ભાંડ શબ્દ વચ્ચે મૂક્યો છે તે પ્રાકૃતશૈલીના કારણે. (૨૯૯).
હવે પાંચમી સમિતિને આશ્રયીને કહે છે –
વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, શરીરનો મેલ, નાસિકાનો મેલ, વધારાના કે અશુદ્ધ આહારપાણી-ઉપકરણો, કોઈક રીતે ઉપકરણ વગેરેમાં આવી ગયેલા અનેક પ્રકારના જંતુઓ આ બધાને જીવ વિનાની – સુવિચિત-(જોયેલી-પૂજેલી) જગ્યાએ પરઠવનારો સાધુ પરઠવવામાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે પરિષ્ઠાપનાસમિતિવાળો થાય છે. અહીં સ્થાવર-સ જીવો વિનાનું એકાંતસ્થાન કહેવાની બદલે સુવિચિતસ્થાન કહ્યું તે એકાંત સ્થાનમાં પણ પોતે જોયા વિના અને રજોહરણથી પૂંજયા વિના પરઠવનારો સાધુ પરિઝાપનાસમિતિવાળો નથી એવું જણાવવા માટે. (૩૦૦)'