________________
૨૫૭
પાંચ પ્રકારની સમિતિ
(૯) માયાદોષ - બીજાને ઠગીને ગોચરી મેળવવી તે. (૧૦) લોભદોષ - લાલસાથી સારી સારી ગોચરી મેળવવી તે.
(૧૧) પૂર્વપશ્ચાત્સસ્તવદોષ - લગ્ન પહેલાના અને પછીના સંબંધો બતાવીને ગોચરી મેળવવી તે.
(૧૨) વિદ્યાદોષ - દેવતાથી અધિતિ વિદ્યાનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે. (૧૩) મંત્રદોષ - દેવથી અધિખિત મંત્રનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે.
(૧૪) ચૂર્ણદોષ - અદશ્ય થવું વગેરે પ્રભાવવાળા ચૂર્ણનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે.
(૧૫) યોગદોષ - સૌભાગ્ય-દૌભગ્ય કરનારા ચંદન, ધૂપ વગેરે દ્રવ્યો તથા આકાશગમન, જલસ્તંભન વગેરે ફળવાળા પગે લગાડવાના લેપ વગેરેનો પ્રયોગ કરીને ગોચરી મેળવવી તે..
(૧૬) મૂળકર્મદોષ - ગર્ભને થંભાવવો, ગર્ભ ઉત્પન્ન કરવો વગેરે વડે ગોચરી મેળવવી
આ ઉત્પાદનના સોળ દોષો છે. એષણાના દસ દોષો આ પ્રમાણે છે – (૧) શંકિતદોષ - દોષની શંકાથી વહોરવું તે. (૨) પ્રલિતદોષ - અકથ્ય વસ્તુથી ખરડાયેલ વસ્તુ વહોરવી તે. (૩) નિક્ષિપ્તદોષ - સચિત્ત વસ્તુ ઉપર મૂકેલ વસ્તુ વહોરવી તે. (૪) પિહિતદોષ - સચિત્ત વસ્તુથી ઢાંકેલ વસ્તુ વહોરવી તે.
(૫) સંતદોષ - વહોરાવવાના ભાજન વગેરેમાં રહેલ વસ્તુને સચિત્ત વગેરેમાં નાંખી ખાલી થયેલા ભાજનથી વહોરાવેલ વસ્તુ વહોરવી તે.
(૬) દાયકદોષ - અયોગ્ય દાયકના હાથે વહોરવું તે. • (૭) ઉન્મિશ્રદોષ - સચિત્તથી મિશ્ર વસ્તુ વહોરવી તે. (૮) અપરિણતદોષ - સંપૂર્ણ અચિત્ત નહીં થયેલી વસ્તુ વહોરવી તે. (૯) લિપ્તદોષ - લેપવાળી વસ્તુ કે અકથ્ય વસ્તુથી લેપાયેલી વસ્તુ વહોરવી તે.