________________
૨૫૬
પાંચ પ્રકારની સમિતિ (૭) પ્રાદુષ્કરણદોષ - વહોરાવવા માટે વસ્તુ અંધારામાંથી પ્રકાશમાં લાવવી તે. (૮) ક્રીદોષ - સાધુ માટે ખરીદીને વહોરાવવું તે. (૯) પ્રામિત્યદોષ - સાધુ માટે ઉધાર લઈને વહોરાવવું તે.
(૧૦) પરિવર્તિતદોષ - પોતાની વસ્તુ બીજાને આપી બીજાની વસ્તુ લાવીને પોતે વહોરાવવી તે.
(૧૧) અભ્યાહતદોષ - સાધુ માટે ઉપાશ્રયમાં લાવીને વહોરાવવું તે. (૧૨) ઉર્ભિન્નદોષ - કોઠી વગેરેનું સીલ તોડીને વહોરાવવું તે. (૧૩) માલાપહૃતદોષ – માળીયામાંથી ઉતારીને વહોરાવવું તે. (૧૪) આચ્છઘદોષ - બીજા પાસેથી ઝુંટવીને વહોરાવવું તે. (૧૫) અનિસૃષ્ટદોષ - માલિકની રજા વિના વહોરાવવું તે.
(૧૬) અધ્યવપૂરકદોષ - પોતાની માટે આહાર વગેરે ચૂલા ઉપર ચઢાવ્યા બાદ સાધુ માટે તેમાં ઉમેરવું તે.
આ પિંડના ઉદ્દગમના દોષો છે. ઉત્પાદનના સોળ દોષો આ પ્રમાણે છે –
(૧) ધાત્રીદોષ - ગોચરી માટે ગૃહસ્થના બાળક વગેરેને રમાડવા વગેરે ધાવમાતાનું કાર્ય કરવું તે.
(૨) દૂતિદોષ - ગોચરી માટે એક સ્થાનથી બીજા સ્થાને સંદેશો પહોંચાડવારૂપ દૂતનું કાર્ય કરવું તે.
(૩) નિમિત્તદોષ - ગોચરી માટે નિમિત્ત વડે ભવિષ્ય ભાખવું તે. (૪) આજીવકદોષ - ગોચરી માટે ગૃહસ્થની સાથે પૂર્વની ઓળખાણ કાઢવી તે.
(૫) વનપકદોષ - ગૃહસ્થ જેનો ભક્ત હોય તેનો પોતે (સાધુ) પણ ભક્ત છે એમ કહીને ગોચરી મેળવવી તે.
(૬) ચિકિત્સાદોષ - ગોચરી માટે ગૃહસ્થને રોગની ચિકિત્સા કે તે કરનાર વૈદ્ય બતાવે. (૭) ક્રોધદોષ - ગુસ્સો કરીને ગોચરી મેળવવી તે. (૮) માનદોષ - અભિમાનથી ગોચરી મેળવવી તે.