________________
પાંચ પ્રકારની સમિતિ
૨૫૫ પાંચ છે. એમાંથી પહેલી સમિતિને આશ્રયીને કહે છે –
જેની દૃષ્ટિ યુગ જેટલા અંતરવાળી છે, પગલે પગલે આંખથી શોધતો એટલે કે બન્ને બાજુ અને પાછળ ઉપયોગ રાખતો, વ્યાપ વિનાનો એટલે કે શબ્દ વગેરે વિષયોમાં રાગદ્વેષ ન કરતો, ધર્મધ્યાનમાં ઉપયોગવાળો મુનિ ઈર્યાસમિતિવાળો એટલે કે ગમનમાં સારી પ્રવૃત્તિવાળો થાય છે એટલે કે જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે ગમન કરનારો થાય છે. અહીં અતિદૂર અને અતિનજીક જોવામાં જીવો ન દેખાવા અને કાયયોગની અતિપ્રવૃત્તિ (શરીરને રોકી ન શકવું) રૂપ દોષ હોવાથી યુગ જેટલા ક્ષેત્રનું નિયમન કર્યું. (૨૯૬)
હવે ભાષાસમિતિને આગળ કરીને કહે છે –
જ્ઞાન વગેરે સંબંધી કાર્ય આવે ત્યારે પાપ ન લાગે તેવી ભાષા બોલે, કારણ વિના ન બોલે, વિકથા અને વિશ્રોતસિકા વિનાનો, સોળ પ્રકારના વચનોને જાણનારો સાધુ બોલવામાં સારી પ્રવૃત્તિવાળો એટલે ભાષાસમિતિવાળો છે. વિકથા એટલે સ્ત્રીકથા વગેરે. વિશ્રોતસિકા એટલે મનમાં ખરાબ બોલવું. (૨૯૭)
હવે એષણાસમિતિને આગળ કરીને કહે છે –
આધાકર્મી વગેરે બેતાલીશ એષણાદોષોને અને ભોજનના પાંચ દોષોને શોધે છે એટલે કે કરતો નથી તે સાધુ એષણામાં સારી પ્રવૃત્તિવાળો છે એટલે એષણાસમિતિવાળો થાય છે. જો આનાથી વિપરીત કરે તો ગુણ વિનાનો હોવાથી લિંગ (સાધુવેષ)થી આજીવિકા ચલાવનારો એટલે કે વેષની વિડંબના કરનારો થાય છે. બેતાલીસ દોષોમાં સોળ ઉદ્દગમના દોષો છે, સોળ ઉત્પાદનોના દોષો છે અને દસ એષણાના દોષો છે. તેમાં સોળ ઉદ્ગમના દોષો આ પ્રમાણે છે –
(૧) આધાકર્મદોષ - સાધુ માટે છ કાયની વિરાધના કરીને બનાવવું તે. (૨) ઔદેશિકદોષ - સાધુ, યાચકો, ભિખારીઓ વગેરે બધાને ઉદ્દેશીને બનાવવું તે.
(૩) પૂતિકર્મદોષ - આધાર્મિદોષવાળા આહાર વગેરેની સાથે નિર્દોષ આહાર વગેરે રાખવો તે.
(૪) મિશ્રધાતદોષ - સાધુ માટે અને પોતાની (શ્રાવકની) માટે બનાવવું તે. (૫) સ્થાપનાદોષ - સાધુ માટે જુદુ રાખી મૂકવું તે.
(૬) પ્રાભૂતિકાદોષ – સાધુ માટે વિવાહ વગેરે મોટા પ્રસંગો કે પુત્રને જમવા આપવું વગેરે નાના કાર્યો વહેલા – મોડા કરવા તે.