________________
૨૫૪
પાંચ પ્રકારની સમિતિ નિર્યુક્તિમાં અને હરિભદ્રસૂરિ મહારાજે રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - આ ભાવઆચાર પાંચ પ્રકારનો જાણવાનો છે. (૧૮૧)
ટીકાર્ય - દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેમાં આચાર શબ્દ દરેક સાથે જોડાય છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પ્રમાણે. તેમાં દર્શન એટલે સમ્યગ્દર્શન કહેવાય છે, ચક્ષુદર્શન વગેરે નહીં. તે ક્ષાયોપથમિક વગેરે રૂપ હોવાથી ભાવ જ છે. તેથી સમ્યગ્દર્શનનું આચરણ તે દર્શનાચાર. એ પ્રમાણે બાકીના આચારોમાં પણ જોડવું. ભાવાર્થ તો આગળ કહેશે. આ ભાવાચાર પાંચ પ્રકારનો હોય છે એમ જાણવું. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. (૧૮૧)
તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારનું સ્વરૂપ છઠ્ઠી છત્રીસીની વૃત્તિમાં કહેવાશે. બાર પ્રકારનો તપ એ જ તપાચાર છે. તેનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. બળ અને વીર્યને નહીં ગોપવનારાનું જ્ઞાન વગેરેમાં યથાશક્તિ પ્રવર્તવું તે વિર્યાચાર છે. તે મન-વચન-કાયાના ભેદથી ત્રણ પ્રકારનો છે. તેનું સ્વરૂપ પાંત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહેવાશે.
સમિતિ એટલે સારી પ્રવૃત્તિ. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ ઈર્યાસમિતિ, ૨ ભાષાસમિતિ, ૩ એષણાસમિતિ, ૪ આદાનનિક્ષેપણાસમિતિ અને ૫ પરિઝાપનાસમિતિ. પુષ્પમાળામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનસમિતિ અને પરિષ્ઠાપનાસમિતિ...(૧૭૦)
ટીકાર્ચ - સર્વજ્ઞ ભગવાને કહેલા પ્રવચનને અનુસાર આત્માની ચેષ્ટા તે સમિતિ. એ શાસ્ત્રીય સંજ્ઞા છે. સમિતિ શબ્દ બધે જોડવો. ઈર્યા એટલે ગમનાગમનની ચેષ્ટા. તેના સંબંધી તે ઈર્યાસમિતિ. એ પ્રમાણે ભાષાસમિતિ, એષણાસમિતિ. “આયાણે શબ્દમાં એ-કાર વ્યાકરણના સૂત્રથી થયેલ નથી અને દેશથી સમુદાય જણાવાથી આદાન એટલે પીઠ-ફલક વગેરેનું ગ્રહણ કરવું. નિક્ષેપણ એટલે તેને જ મૂકવું. તે સંબંધી સમિતિ તે આદાનનિક્ષેપણાસમિતિ. તથા પરિઝાપનાસમિતિ. એમ આ પાંચ સમિતિઓ છે.”
સમિતિઓનું સ્વરૂપ ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે – હવે આ જ ગાથાના દરેક પદની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલું સમિતિ પદ . સમિતિ