________________
પાંચ પ્રકારનો આચાર
૨૫૩ આશાવ્યવહાર – કોઈ શિષ્યને નજીકમાં આલોચનાચાર્યનો યોગ ન થયો. આલોચનાચાર્ય દૂર રહેલા છે. તથા કોઈ કારણથી સ્વયં ત્યાં જવા માટે સમર્થ નથી. કોઈ અગીતાર્થ ત્યાં જાય તેમ છે. તેથી શિષ્ય અપરાધપદોને આગમભાષાથી ગૂઢ (=સાંકેતિક) ભાષામાં લખીને અગીતાર્થ દ્વારા આલોચના મોકલે અને ગુરુ પણ તે જ રીતે ગૂઢપદોથી પ્રાયશ્ચિત્ત લખીને મોકલે ત્યારે આ આજ્ઞારૂપ ત્રીજો વ્યવહાર જાણવો. (૩૬૦).
ધારણાવ્યવહારને કહે છે –
ગાથાર્થ - ગીતાર્થ વડે અપાયેલ શુદ્ધિને (=પ્રાયશ્ચિત્તને) અવધારીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારનો ધારણાવ્યવહાર છે. અથવા ઉદ્ધતપદોની ધારણારૂપ ધારણાવ્યવહાર છે. (૩૬૧)
ટીકાર્ય - કોઈ ગીતાર્થ અને સંવિગ્ન ગુરુએ કોઈ શિષ્યને કોઈક અપરાધમાં દ્રવ્યાદિની અપેક્ષાએ જે શુદ્ધિ (=પ્રાયશ્ચિત્ત) આપી હોય તે શુદ્ધિને તે જ પ્રમાણે ચિત્તમાં ધારીને તે શિષ્ય પણ જ્યારે બીજા સ્થાને પણ તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે ત્યારે આ ધારણા નામનો ચોથો વ્યવહાર ઇચ્છાય છે. અથવા વૈયાવચ્ચ કરવા આદિ વડે ગચ્છનો ઉપકારી કોઈ સાધુ હજી સુધી સઘળા છેદશ્રુતને ભણવાને માટે યોગ્ય થયો નથી. તેથી તેના ઉપર અનુગ્રહ કરીને ગુરુ જ્યારે ઉદ્ધરેલા જ કેટલાક પ્રાયશ્ચિત્તપદોને કહે ત્યારે તે તે પદોને ધારી રાખે તેને ધારણા કહેવાય છે. (૩૬૧)
જીતવ્યવહારને કહે છે -
ગાથાર્થ - દ્રવ્યાદિને વિચારીને અને સંઘયણ આદિની હાનિને પામીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે જીતવ્યવહાર છે. અથવા જે ગચ્છમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ હોય તે જીતવ્યવહાર છે. (૩૬૨)
ટીકાર્ય - પૂર્વે મહર્ષિઓ જે અપરાધોમાં ઘણા તપથી શુદ્ધિ કરતા હતા તે અપરાધોમાં હમણાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોને વિચારીને તથા સંઘયણ વગેરેની હાનિને પામીને ઉચિત કોઈ તપવડે ગીતાર્થો જે શુદ્ધિ જણાવે છે તેને શાસ્ત્રની પરિભાષાથી જીવ્યવહાર કહેવામાં આવે છે. અથવા જે ગચ્છમાં કારણસર સૂત્રમાં કહ્યા સિવાયનું જે પ્રાયશ્ચિત્ત પ્રવર્તેલું હોય, તે ગચ્છમાં રૂઢ થયેલું તે પ્રાયશ્ચિત્ત જીતવ્યવહાર કહેવાય છે. (૩૬૨)”
(સટીક પુષ્પમાળાના આ. શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
આચરવું તે આચાર. તે પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - ૧ જ્ઞાનાચાર, ૨ દર્શનચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર અને ૫ વર્માચાર. શ્રીદશવૈકાલિકસૂત્રની