________________
પાંચ પ્રકારના વ્રતો
૨૫૧
કામોનો મનથી, વચનથી અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો ત્યાગ એ પ્રમાણે અઢાર ભેદવાળું કામના ત્યાગરૂપ બ્રહ્મવ્રત. કહ્યું છે કે, ‘દેવતાઈ કામના રતિસુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ એ પ્રમાણે નવ, તથા ઔદારિક સંબંધી પણ તે જ પ્રમાણે નવ મળીને અઢાર પ્રકારવાળું બ્રહ્મવ્રત છે.’ (પ્રશમરતિ ૧૭૭) કરવું, કરાવવું, અનુમોદવું, તથા મન, વચન અને કાયાથી આ વચલા વ્રતમાં કહેવાથી પહેલાં અને પછીના મહાવ્રતમાં પણ આ ભેદો જોડવા. (૧/૨૩)
ગાથાર્થ - સર્વપદાર્થો સંબંધી મૂર્છાનો ત્યાગ, તે અપરિગ્રહ વ્રત છે, કેમકે અવિદ્યમાન પદાર્થોમાં પણ મૂર્છા થવાથી ચિત્ત અસ્થિર બને છે. (૧/૨૪)
ટીકાર્થ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સર્વ ભાવોમાં મૂર્છા કે આસક્તિનો ત્યાગ, એકલા પદાર્થ માત્રનો ત્યાગ નહિ, પણ તેની મૂર્છાનો ત્યાગ અપરિગ્રહવ્રત છે. શંકા કરે છે કે, પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે અપરિગ્રહવ્રત થઈ ગયું. મૂર્હાત્યાગરૂપ તેનું લક્ષણ કેમ કહ્યું ? તેના સમાધાનમાં કહે છે કે, અવિદ્યમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં મૂર્છા થવાથી ચિત્તની અશાંતિ થાય છે અને અસ્થિર ચિત્તવાળાથી પ્રશમસુખનો અનુભવ કરી શકાતો નથી. ધન ન હોવા છતાં ધનની તૃષ્ણાવાળા રાજગૃહીના દ્રમકની માફક ચિત્તની મલિનતા દુર્ગતિમાં પડવાનું કારણ બને છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપી સામગ્રીની હાજરી છતાં તૃષ્ણારૂપ કાળા સર્પના ઉપદ્રવ વગરના મનવાળાઓને પ્રશમસુખની પ્રાપ્તિથી ચિત્તની પૂર્ણ સ્થિરતા હોય છે. આ જ કારણથી ધર્મોપક૨ણ ધારણ કરનાર યતિઓને શરી૨ અને ઉપકરણમાં મમતા ન હોવાથી અપરિગ્રહપણું જણાવેલું છે. કહ્યું છે કે :- ‘જેમ ઘોડાને આભૂષણો હોવા છતાં તેને તેની મૂર્છા હોતી નથી, તેવી રીતે ઉપકરણવાળા નિગ્રંથો પણ તેમાં રાગ કરતા નથી.’ (પ્રશમરતિ ૧૪૧) જેવી રીતે મૂર્છા રહિત ધર્મોપક૨ણવાળા મુનિઓને પરિગ્રહદોષ નથી, તેવી રીતે વ્રત ધારણ કરનારી પણ ગુરુના ઉપદેશ અનુસાર ધર્મોપકરણ ધારણ કરનારી, ત્રણ રત્નવાળી સાધ્વીઓને પણ પરિગ્રહપણાનો દોષ નથી. આ કારણથી સાધ્વીઓ માટે ‘ધર્મોપકરણના પરિગ્રહ માત્રથી સ્ત્રીઓને મોક્ષ ન હોય.’ તેમ કહેવું તે માત્ર વાચાળતા છે. (૧/૨૪)’
(સટીક યોગશાસ્ત્રના આ. શ્રીહેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
પ્રરૂપણા વગેરે પ્રકાર વડે જીવ વગેરે વસ્તુનો જેનાથી વ્યવહાર થાય છે તે વ્યવહાર. તે પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આજ્ઞાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જીતવ્યવહાર. શ્રીપુષ્પમાલામાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –