________________
પાંચ પ્રકારના વ્રતો
ગાથાર્થ - પ્રિય, હિતકારી અને સત્ય વચન બોલવું તે સૂતૃત વ્રત કહેવાય, તથ્ય વચન પણ જો અપ્રિય અને અહિતકર હોય તો તે સત્ય વચન ન કહેવાય. (૧/૨૧)
૨૫૦
ટીકાર્થ - તથ્ય વચન એટલે અમૃષાસ્વરૂપ સાચું વચન બોલવું તે સૂનૃતવ્રત કહેવાય. તથ્ય વચન કેવું હોય ? પ્રિય અને પથ્ય. તેમાં સાંભળતા માત્ર જે આનંદ આપે તે પ્રિય અને ભવિષ્યમાં હિતકારી તે પથ્ય. અહીં સત્યવ્રતનો અધિકાર હોવાથી તથ્ય એવું એક વિશેષણ બસ છે. પ્રિય અને પથ્ય એવા વિશેષણોની શી જરૂર છે ? તેનું સમાધાન કરતાં જણાવે છે - વ્યવહારથી સત્ય હોવા છતાં પણ ચોરને ‘તું ચોર છે.’ કોઢીયાને ‘તું કોઢરોગવાળો' છે. એમ કહે તે અપ્રિય હોવાથી સાચું નથી. સાચું છતાં અહિતકર, જેમ કે શિકારીઓ જંગલમાં પૂછે, કે મૃગલાઓ કઈ તરફ ગયા ? એને ખરી હકીકત કહેવાથી મૃગલાઓને હિંસા કરી મારી નાંખે, તેથી તેને સત્ય નથી ગણ્યું. (૧/૨૧)
ત્રીજા મહાવ્રતને કહે છે
-
ગાથાર્થ - ધનના સ્વામીએ નહિ આપેલ વસ્તુ ગ્રહણ ન કરવી, તે અસ્તેય નામનું ત્રીજું મહાવ્રત કહેલું છે. ધન એ મનુષ્યના બાહ્ય પ્રાણો છે અને તેનું હરણ કરવાથી તેઓના પ્રાણોનો નાશ કર્યો સમજવો. (૧/૨૨)
ટીકાર્થ - ધનના માલિકે આપ્યા વગર ગ્રહણ કરવું તે અદત્તાદાન. ૧ સ્વામી અદત્ત, ૨ જીવ અદત્ત, ૩ તીર્થંકર અદત્ત અને ૪ ગુરુ અદત્ત એમ તેના ચાર પ્રકાર છે. ઘાસ, પથ્થર, કાજ વગેરે તેના સ્વામીએ ન આપેલા હોય તો તે સ્વામીથી અદત્ત. માલિકે આપવા છતાં જીવ પોતે ન આપે જેમ કે દીક્ષાના પરિણામ વગરનો જીવ હોય તેને માતા-પિતા ગુરુને આપે તે જીવથી અદત્ત. તીર્થંકરોએ પ્રતિષિદ્ધ એવા આધાકર્માદિ ગ્રહણ કરવા, તે તીર્થંકરથી અદત્ત. માલિકે આપેલ હોય, આધાકર્માદિ દોષ-રહિત હોય, પણ ગુરુની રજા વગર ગ્રહણ કરે તો તે ગુરુથી અદત્ત કહેવાય. બાકીના વ્રતો પ્રથમ વ્રતનું રક્ષણ કરનારાં છે. અદત્તાદાનમાં હિંસા કેવી રીતે થાય કે જેથી અદત્તાદાનવિરમણ મહાવ્રતથી તેની રક્ષા થાય ? ત્યારે જણાવ્યું કે, ધન એ બાહ્ય પ્રાણ છે. ચોરી કરવી તે બાહ્ય પ્રાણ લીધા બરાબર છે. (૧/૨૨)
ચોથું મહાવ્રત કહે છે.
ગાથાર્થ - દેવ સંબંધી અને ઔદારિક શરીર સંબંધી, કામોને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદવાળું બ્રહ્મવ્રત કહેલું છે. (૧/૨૩)
ટીકાર્થ - દેવતાઈ વૈક્રિય શરીરો અને તિર્યંચો તથા મનુષ્યોના ઔદારિક શરીરોના