________________
પાંચ પ્રકારના વ્રતો
૨૪૯ સરખા કષાયો (એટલે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, સંજવલન ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણીય માન – પ્રત્યાખ્યાનાવરણીય માન, સંજવલન માન, અપ્રત્યાખ્યાનાવરણીય માયા – પ્રત્યાખ્યાનાવરણીય માયા, સંજવલન માયા, અપ્રત્યાખ્યાનાવરણીય લોભ – પ્રત્યાખ્યાનાવરણીય લોભ, સંજવલન લોભ)ને ક્રમશઃ ઉપશમાવે.
અથાખ્યાત ચારિત્રને કહે છે – “મથ' શબ્દ “થા' શબ્દના અર્થવાળો છે. અથાખ્યાત એટલે યથાખ્યાત એટલે કે જે પ્રમાણે અરિહંત ભગવંતોએ ચારિત્ર કહ્યું તે પ્રમાણે જે ચારિત્ર છે તે અથાખ્યાત ચારિત્ર છે. પ્રશ્ન - ભગવાને કેવું ચારિત્ર કહ્યું છે? જવાબ - કષાયવિનાનું. ઉપશાંતમોહ અને ક્ષીણમોહ નામના અગ્યારમા–બારમા ગુણસ્થાનકોમાં કષાયોનો ઉપશમ કે ક્ષય થઈ ગયો હોય છે. તેથી કષાયો વિનાનું અથાખ્યાત ચારિત્ર અગ્યારમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. આ પાંચમું ચારિત્ર છે. (૮૮)'
વ્રત એટલે સાધુઓનું અવતો થકી સર્વથા અટકવારૂપ મહાવ્રતો. કહ્યું છે, “હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ થકી વિરતિ તે વ્રત છે. (૭/૧)' (તત્ત્વાર્થો)) તે વ્રતો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ પ્રાણાતિપાતવિરમણમહાવ્રત, ૨ મૃષાવાદવિરમણમહાવ્રત, ૩ અદત્તાદાનવિરમણમહાવ્રત, ૪ મૈથુનવિરમણમહાવ્રત અને ૫ પરિગ્રહવિરમણમહાવ્રત. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - પાંચ મહાવ્રતો : મહાવ્રતો પાંચ પ્રકારના છે. (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચેય મહાવ્રતોનું પાલન પાંચ પાંચ ભાવનાથી યુક્ત કરવામાં આવે તો મુક્તિને માટે થાય છે. (૧/૧૯)
ટીકાર્ય - અહિંસાદિક પાંચ મહાવ્રતોની દરેકની પાંચ પાંચ ભાવના છે. ભાવનાથી યુક્ત એવા મહાવ્રતો પોતાના મુક્તિપ્રાપ્તિરૂપી કાર્યને અવશ્યક કરે છે. (૧/૧૯).
મૂળગુણરૂપ પ્રથમ મહાવ્રત કહે છે –
ગાથાર્થ - પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોના પ્રાણોનો નાશ ન કરવો તે પ્રથમ અહિંસા મહાવ્રત માનેલું છે. (૧/૨૦)
ટીકાર્થ - પ્રમાદ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, યાદ ન રહેવું, મન, વચન અને કાયાના યોગોનું પ્રતિકૂળપણે વર્તન થવું અને ધર્મનો અનાદર કરવો. એમ આઠ પ્રકારનો પ્રસાદ કહેલો છે. તેના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનાં પ્રાણનો વિયોગ કરવો, તે હિંસા અને તે ન કરવી તે અહિંસા. (૧/૨૦)
બીજું મહાવ્રત કહે છે –