SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ પાંચ પ્રકારનું ચારિત્ર કાળ તપ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ઉનાળો ચોથ છઠ્ઠ અક્મ. છ દશમ શિયાળો ચોમાસુ | અટ્ટમ દશમ અઢમ | | દ્વાદશ | તેઓ પારણે આયંબિલ જ કરે. પરિહારીઓને સહાય કરનારા તે અનુપરિહારી. તેઓ રોજ આયંબિલ કરે. વાચનાચાર્ય પણ રોજ આયંબિલ જ કરે. આમ છ મહિના સુધી કરીને પરિહારીઓ અનુપરિહારી બને છે અને અનુપરિહારીઓ પરિહારી બને છે. તેઓ પણ છે મહિના સુધી તપ કરે છે. પછી વાચનાચાર્ય એકલા જ છ મહિના સુધી તપ કરે છે. તેની માટે બાકીનામાંથી એક વાચનાચાર્ય થાય અને શેષ બધા કે એક અનુપરિહારી બને. આ પરિહારશુદ્ધિકચારિત્ર પુરુષના ભેદથી બે પ્રકારનું છે – નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક. તેમાં આરાધના કરાતું એવું પરિહારશુદ્ધિક ચારિત્ર તે નિર્વિશ્યમાનક પરિહારશુદ્ધિકચારિત્ર અને આરાધના કરાયેલું એવું પરિહારશુદ્ધિક ચારિત્ર તે નિર્વિષ્ટકાયિક પરિહારશુદ્ધિકચારિત્ર. આ બન્ને પ્રકારના સહયોગથી તેને આરાધનાર મહાત્માઓ પણ નિર્વિશ્યમાનક અને નિર્વિષ્ટકાયિક કહેવાય છે. આમનું આ ચારિત્ર અઢાર મહિને પૂરું થાય છે. તે પૂરું થયા પછી કેટલાક ફરીથી તે જ ચારિત્રને સ્વીકારે છે, કેટલાક જિનકલ્પને સ્વીકારે છે અને કેટલાક પોતાના ગચ્છમાં પ્રવેશે છે. પરિહારશુદ્ધિક ચારિત્રવાળા સ્થિતકલ્પમાં જ હોય છે અને પહેલા-છેલ્લા તીર્થંકરના શાસનમાં જ હોય છે, મધ્યમ તીર્થકરોના શાસનમાં નહીં. સૂક્ષ્મસંપરાયચારિત્ર કહે છે - “તથા’ શબ્દ સમુચ્ચય માટે છે. જે ચારિત્રમાં સૂક્ષ્મ એટલે સૂક્ષ્મકિક્રિરૂપ કરાયેલો સંપરાય એટલે લોભકષાય હોય છે તે સૂક્ષ્મસંપરાયચારિત્ર. તે સંક્ષિશ્યમાનક અને વિશુધ્યમાનક એમ બે પ્રકારનું છે. તેમાં ઉપશમશ્રેણિથી પડનારાને સંક્ષિશ્યમાનક સૂક્ષ્મસંપરા ચારિત્ર હોય છે અને ક્ષપકશ્રેણિ કે ઉપશમશ્રેણિ પર ચડનારાને વિશુધ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે. ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિનું સ્વરૂપ આ ગાથાઓથી જાણવું – “ક્ષપકશ્રેણિમાં અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, આઠ કષાય (અપ્રત્યાખ્યાનાવરણીય ૪ અને પ્રત્યા ખાનાવરણીય ૪), નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય ૬, પુરુષવેદ અને સંજવલન ક્રોધ વગેરે ચાર કષાયોને ક્રમશઃ ખપાવે છે. (૧) ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધી ચાર કષાય, ત્રણ દર્શનમોહનીય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય ૬, પુરુષવેદ અને એકના અંતરે બે-બે સરખે
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy