________________
પાંચ પ્રકારનું ચારિત્ર
૨૪૭ ભાષ્યકાર ચારિત્રના ભેદ બતાવનારી ગાથાને કહે છે -
ગાથાર્થ - સામાયિક, છેદોપસ્થાપન, પરિહારશુદ્ધિક, સૂક્ષ્મસં૫રાય અને પાંચમુ યથાખ્યાત ચારિત્ર (આમ ચારિત્રના પાંચ પ્રકાર છે).
ટીકાર્ય - સમ એટલે રાગ-દ્વેષ વિનાનો. તેનું ગમન એટલે કે બધી ક્રિયાઓ તે સમાય. રાગ-દ્વેષ વિનાના સાધુની બધી જ ક્રિયા નિર્જરારૂપી ફળવાળી છે. અથવા સમનો આય એટલે કે કર્મનિર્જરારૂપ લાભ તે સમાય. સ્વાર્થમાં રૂનું પ્રત્યય લાગવાથી સમાય એ જ સામાયિક. સૂત્રમાં પ્રાકૃતપણાને લીધે સામઈય” એમ કહ્યું છે. તે સામાયિકચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં ઈવર એટલે અલ્પકાળનું છે, કેમકે દીક્ષા લીધા પછી જે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરેને ભણ્યો છે એવા સાધુને છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ થતા (વડીદીક્ષા થતા, પાંચ મહાવ્રત-રાત્રિભોજનવિરમણવ્રતનું આરોપણ થતા) સામાયિકચારિત્ર નામ ચાલ્યું જાય છે. મધ્યમ બાવીસ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહક્ષેત્રમાં સામાયિકચારિત્ર જીવનપર્યતનું હોય છે, કેમકે તે દીક્ષા લીધા બાદ મરણ સુધી રહે છે. - છેદ એટલે પૂર્વેના સામાન્યસામાયિકચારિત્રના પર્યાયને કાપવું. ઉપસ્થાપન એટલે વધુ વિશુદ્ધ એવા સર્વસાવદ્યયોગોની વિરતિમાં સ્થાપન કરવું એટલે કે વધુ વિશુદ્ધ એવા મહાવ્રતોનું આરોપણ કરવું. છેદ અને ઉપસ્થાપન જેમાં હોય તે છેદોપસ્થાપન. તેનાથી થયેલું વિશેષ પ્રકારના પરિણામરૂપ અને ઉપચારથી ચારિત્રના ભેદરૂપ ચારિત્ર તે છેદોપસ્થાપનચારિત્ર. સૂત્રમાં “છેવઢવણ' કહ્યું છે તે પ્રાકૃતપણાને લીધે. તે પણ સાતિચાર અને અનતિચાર એમ બે પ્રકારનું છે. તેમાં જેણે મૂળગુણનો ભંગ કર્યો હોય તેને ફરી વ્રતોનું આરોપણ કરાય તે સાતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. નૂતન દીક્ષિતને વિશિષ્ટ અધ્યયન ભણ્યા પછી મહાવ્રતોનું આરોપણ કરાય તે નિરતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. અથવા મધ્યમ તીર્થંકરના શિષ્ય ચરમતીર્થંકરનું શિષ્યપણું સ્વીકારે ત્યારે ફરી મહાવ્રતોનું આરોપણ કરાય તે નિરતિચાર છેદોપસ્થાપન ચારિત્ર છે. આ બન્ને પ્રકારનું છેદોપસ્થાપનચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થોમાં જ હોય છે.
પરિહારવિશુદ્ધિકચારિત્ર કહે છે - પરિહાર એટલે પરિત્યાગ. તેનાથી યુક્ત એવો વિશેષ પ્રકારનો તપ તે પણ પરિહાર. તેનાથી જે ચારિત્રની વિશુદ્ધિ એટલે નિર્મળતા થાય તે પરિહારશુદ્ધિક ચારિત્ર. ‘વેવ' શબ્દ છન્દ પૂરો કરવા માટે છે. આ ચારિત્રને સ્વીકારનાર નવનો ગુણ હોય છે. તેમાં ચાર પરિહારી, ચાર અનુપરિહારી અને કલ્પમાં રહેલ એક વાચનાચાર્ય છે. જો કે આ બધા ય અતિશયશ્રુત ભણેલા હોય છે છતાં પણ રુચિમુજબ એક વાચનાચાર્ય સ્થપાય છે. તેમાં જેઓ કાળના ભેદથી વિહિત તપને કરે છે તે પરિહારી. તેમનો તપ આ પ્રમાણે છે –