________________
૨૪૬
પાંચ પ્રકારનું ચારિત્ર ઉપશમનાની વિધિ પૂર્વેની જેમ જ જાણવી. “મુખને પહોળુ કરી સુવે છે એ વાક્યમાં વલ્વી પ્રત્યયનો વ્યત્યયથી પ્રયોગ છે. એટલે તેનો અર્થ આ રીતે થાય - “સુઈને મુખ પહોળુ કરે છે.” તેમ અહીં પણ મૂળગાથામાં “પહેલા દર્શનમોહ ઉપશમાવીને પહેલી સ્થિતિ એક આવલિકા પ્રમાણ કરે છે એમ કહ્યું તેમાં સ્વી પ્રત્યયનો વ્યત્યયથી પ્રયોગ કર્યો છે. તેથી અર્થ આવો થાય – “પહેલી સ્થિતિ એક આવલિકા પ્રમાણ કરીને પહેલા દર્શનમોહનીયને ઉપશમાવે છે.' અંતરકરણમાં પ્રવેશવાના સમયથી માંડીને અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વમોહનીયમાં ગુણસંક્રમ થાય છે, ત્યારપછી વિધ્યાતસંક્રમથી થાય છે, એટલે કે મિથ્યાત્વમોહનીય અને સમ્યમૈિથ્યાત્વમોહનીયનું દલિક વિધ્યાતસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નાંખે છે. કહ્યું છે કે, “બાકીનું પ્રથમઉપશમસમ્યકત્વની જેમ જાણવું. અંતર્મુહૂર્ત પછી એનો વિધ્યાતસંક્રમ થાય છે.” (૩૩).
ઔપથમિક સમ્યકત્વના કાળમાં અનંતાનુબંધીકષાયના ઉદયથી બીજુ ગુણઠાણું પામેલા જીવને સાસ્વાદન સમ્યકત્વ હોય છે. ષડશીતિની વૃત્તિમાં કહ્યું છે –
‘તથા સાસાદન સમ્યકત્વ આ પ્રમાણે જાણવું – તેમાં ઔપશમિકસમ્યકત્વરૂપ આયને દૂર કરે તે આસાદન એટલે કે અનંતાનુબંધી કષાયોના ઉદયને ભોગવવો. અહીં પૃષોદરાદિ સમાસ થવાથી “ઘ' શબ્દનો લોપ થયો છે અને “રાગિ:' (પારાશર૬) આ વ્યાકરણના સૂત્રથી કર્તામાં અને પ્રત્યય લાગ્યો છે. અનંતાનુબંધીકષાયનો ઉદય થવાથી પરમ આનંદ રૂપ, અનંતસુખ આપનાર, મોક્ષવૃક્ષના બીજ સમાન, પ્રન્થિભેદથી થયેલ પશમિકસમ્યક્ત્વનો લાભ જઘન્યથી એક સમય માટે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી દૂર થાય છે. આસાદનથી સહિત હોય તે સાસાદન. અથવા સાસ્વાદન સમ્યકત્વ આ પ્રમાણે જાણવું - તેમાં સમ્યત્વરૂપ રસના આસ્વાદનથી સહિત હોય તે સાસ્વાદન. જેમ ખાધેલી ખીર સંબંધી ખરાબ મનવાળો પુરુષ તેના વમન વખતે ખીરના રસના સ્વાદને અનુભવે છે તેમ આ (બીજા સાસ્વાદનસમ્યગ્દષ્ટિ નામના) ગુણઠાણે મિથ્યાત્વને અભિમુખ હોવાથી સમ્યક્ત્વ પ્રત્યે ખરાબ મનવાળો પુરુષ સમ્યકત્વને વમતો હોવાથી તેને અનુભવે છે. તેથી આ સમ્યક્ત્વને સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. (૧૩)
ચારિત્ર એટલે સર્વ સાવઘયોગોથી વિરતિ. યોગશાસ્ત્રમાં કહ્યું છે, “સર્વસાવદ્યયોગોનો ત્યાગ એ ચારિત્ર તરીકે ઇચ્છાય છે...(૧/૧૮)' તે પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે – ૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસંપરાય અને ૫ યથાખ્યાત. શ્રીદેવગુપ્તાચાર્યજીએ રચેલ શ્રીનવતત્ત્વપ્રકરણના શ્રીઅભયદેવસૂરિજી રચિત ભાષ્યમાં અને તેની ટીકામાં કહ્યું છે -
હવે ચારિત્રને કહેવાનો અવસર છે. ચારિત્રની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા