________________
પાંચ પ્રકારનું સમ્યક્ત
૨૪૫ પ્રદેશમાં રહેલા ભોગવવા યોગ્ય દલિકોના અભાવરૂપ અંતરકરણ કરે છે. અહીં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનો આ ક્રમ છે – “જ્યાં સુધી ગાંઠ હોય છે ત્યાં સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગાંઠને ઓળંગતા એટલે કે ભેદતા બીજું અપૂર્વકરણ હોય છે, વળી જેણે સમ્યકત્વને આગળ કરેલ છે એટલે કે જે નજીકમાં સમ્યકત્વ પામવાનો છે એવા જીવને અનિવૃત્તિકરણ હોય છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૨૦૩)”
આ અંતરકરણ કર્યું છતે તે મિથ્યાત્વમોહનીયકર્મની બે સ્થિતિ થાય છે. અંતરકરણની નીચેની અંતર્મુહૂર્તપ્રમાણ પહેલી સ્થિતિ. તે જ અંતરકરણની ઉપરની બાકીની બીજી સ્થિતિ. સ્થાપના -- તેમાં પહેલી સ્થિતિમાં એ જીવ મિથ્યાત્વમોહનીયના દલિકોને ભોગવતો હોવાથી મિથ્યાદષ્ટિ જ છે. અંતર્મુહૂર્તમાં તે પહેલી સ્થિતિ પૂર્ણ થયે છતે અંતરકરણના પહેલા સમયે જ જીવ ઔપથમિકસમ્યકત્વ પામે છે, કેમકે ત્યાં મિથ્યાત્વમોહનીયના દલિકોનો ઉદય નથી. જેમ વનનો દાવાનળ પૂર્વે જયાં ઇન્ધન બળી ગયું છે એવી ભૂમીને કે ઉખર ભૂમીને પામીને બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયરૂપ વનનો દાવાનળ પણ અંતરકરણને પામીને બુઝાઈ જાય છે. તેમ થવાથી તે જીવને ઔપથમિકસમ્યકત્વ મળે છે. પૂજ્યપાદ જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે – “વનનો દાવાનળ ઉખરભૂમિને અને બળી ગયેલા ઇંધનવાળા દેશને પામીને બુઝાઈ જાય છે. એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયના અનુદયમાં જીવ ઉપશમસમ્યકત્વ પામે છે. (વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૨૭૩૪)
પ્રન્થિભેદથી થનારા ઔપશમિકસમ્યત્વનું વર્ણન કર્યું. (૧૩)
ઉપશમશ્રેણિ સ્વીકારનાર દર્શનમોહનીયને ઉપશમાવીને ઔપથમિક સમ્યકત્વ પામે છે. દર્શનમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કર્મપ્રકૃતિના ઉપશમનાકરણ અને મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત તેની વૃત્તિમાંથી આ પ્રમાણે જાણવું - - “આ પ્રમાણે દર્શનમોહનીયને ખપાવીને ઉપશમશ્રેણિ થાય છે એ પ્રકાર કહ્યો. હવે દર્શનમોહનીયને ઉપશમાવીને પણ ઉપશમશ્રેણિ મંડાય છે એ બીજો પ્રકાર કહે છે “અથવા” શબ્દ બીજા પ્રકારને બતાવે છે. અહીં જો ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણિને માંડે છે તો અવશ્ય ત્રણ દર્શનમોહનીયને પહેલા ઉપશમાવે છે. તે સાધુપણામાં રહીને ઉપશમાવે છે. તે કહે છે - સાધુપણામાં રહેલો જીવ દર્શનમોહનીયને ઉપશમાવીને અંતરકરણ કરતો જીવ ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીય અને સમ્યુગ્મિથ્યાત્વમોહનીયની પહેલી સ્થિતિ એક આવલિકા જેટલી કરે છે અને સમ્યકત્વમોહનીયની પહેલી સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ કરે છે. ત્રણે દર્શનમોહનીયનું ખાલી કરાતું અંતરકરણનું દલિક સમ્યત્વમોહનીયની પહેલી સ્થિતિમાં નાંખે છે. આ જ અહીં વિશેષ છે. ત્રણ કરણને અનુસરનારી બાકીની બધી