________________
૨૪૪
પાંચ પ્રકારનું સમ્યક્ત ઔપશમિક સમ્યકત્વ બે પ્રકારનું છે – ગ્રંથીભેદથી થનારું અને ઉપશમશ્રેણિમાં થનારું. ગ્રંથભેદથી થનારું ઔપથમિક સમ્યકત્વ મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી થાય છે. ઉપશમશ્રેણિમાં થનારું ઔપથમિક સમ્યકત્વ દર્શનમોહનીય કર્મના ઉપશમથી થાય છે. તેમાં ગ્રંથભેદથી થનારા ઔપથમિક સમ્યકત્વનું સ્વરૂપ ષડશીતિ નામના ચોથા કર્મગ્રંથની વૃત્તિમાં શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે આ પ્રમાણે બતાવ્યું છે -
તથા ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયે છતે ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ એટલે કે વિપાકોદય અને પ્રદેશોદયરૂપ બન્ને પ્રકારના ઉદયને અટકાવવું, તેનાથી થયેલ સમ્યકત્વ તે ઔપથમિક સમ્યકત્વ. તે બે પ્રકારે છે – ગ્રન્થીભેદથી થનારું ઔપશમિકસમ્યકત્વ અને ઉપશમશ્રેણિમાં થનારું ઔપથમિકસમ્યકત્વ. તેમાં ગ્રન્થીભેદથી થયેલ ઔપથમિકસમ્યક્ત્વ આ પ્રમાણે છે – અહીં ગંભીર અને અપાર સંસારસાગરની મધ્યમાં રહેલો જીવ મિથ્યાત્વના કારણે અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત દુઃખો અનુભવીને કોઈક રીતે તથાભવ્યત્વનો પરિપાક થવાથી જેમ પર્વત પરથી પડતી નદીમાં રહેલ પથ્થર જેમ અથડાતો અથડાતો ગોળ થાય છે તેમ અનાભોગથી થયેલ યથાપ્રવૃત્તકરણ વડે એટલે કે “અહીં કરણ એટલે પરિણામ' એવા વચનથી વિશેષ પ્રકારના અધ્યવસાય વડે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય વગેરે બધા કર્મોની સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. એ વખતે જીવને કર્મથી ઉત્પન્ન થયેલ, રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ, કર્કશ-ગાઢ-લાંબા સમયની – રૂઢ થયેલી - ગુંચવાળી -વાંકી ગાંઠ જેવી, દુઃખેથી ભેદી શકાય એવી, પૂર્વે નહીં ભેદેલી ગાંઠ થાય છે. કહ્યું છે – “તેને પણ થોડું ખપાવે છતે એ વખતે જીવને પૂર્વે નહીં ભેદાયેલ ગાંઠ થાય છે એમ જિનેશ્વરો કહે છે.” (ધર્મસંગ્રહ ગાથા ૭૫૨) “ગાંઠ એટલે ખૂબ જ મુશ્કેલીથી ભેદાય તેવો, કર્કશ-ગાઢ-રૂઢ-ગૂઢ ગાંઠ જેવો, કર્મથી પેદા થયેલો જીવનો રાગ-દ્વેષનો ગાઢ પરિણામ.” (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૧૧૯૫) આ ગાંઠ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કર્મ ખપાવીને અનંતવાર આવે છે. આવશ્યકની ટીકામાં કહ્યું છે – “યથાપ્રવૃત્તિકરણથી ગાંઠને પામીને અરિહંત વગેરેના ઐશ્વર્યને જોવાથી કે બીજા કારણ પ્રવર્તતા કોઈક અભવ્યને પણ શ્રુતસામાયિકનો લાભ થાય છે, બાકીના સામાયિકોનો લાભ થતો નથી.'
આના પછી જેનું પરમનિર્વાણનું સુખ નજીકમાં છે એવા, જેનો ઘણો અને દુઃખેથી નિવારી શકાય તેવો વીર્યનો વિસ્તાર ઉલ્લસિત થયો છે એવા કોઈક જ મહાત્મા તીક્ષ્ણ કુહાડીની ધાર જેવી શ્રેષ્ઠ વિશુદ્ધિથી કહેલા સ્વરૂપવાળી ગાંઠને ભેદીને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ રૂપ વિશુદ્ધિથી પેદા થયેલ સામર્થ્યવાળો થઈને ઉદયસમયની ઉપર રહેલ મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિને ઓળંગીને અંતર્મુહૂર્તકાળપ્રમાણવાળુ તે