________________
પાંચ પ્રકારનું સમ્યક્ત
૨૪૩ અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય થયે છતે અને સમ્યકત્વમોહનીય ઘણું ક્ષય થયે છતે સમ્યકત્વમોહનીયના છેલ્લા અંશને વેદવારૂપ વેદકસમ્યકત્વ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને તેની માલધારીશ્રીહેમચન્દ્રસૂરિમહારાજકૃત ટીકામાં કહ્યું છે -
હવે વેદક અને ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે.
ગાથાર્થ - સમ્યકત્વપુજના છેલ્લા અંશનો જે અનુભવ તેને વેદસમ્યકત્વ કહે છે અને (અનંતાનુબંધીચતુષ્કસહિત) ત્રણે દર્શનમોહનીયનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્યકત્વ થાય છે. (પ૩૩)
ટીકાર્થ – અનંતાનુબંધીચતુષ્ક, મિથ્યાત્વ, મિશ્રનો ક્ષય થયા પછી તેમજ સમ્યકત્વ પુંજનો ઘણો ભાગ ક્ષય થયો હોય ત્યારે તેના છેલ્લા અંશને અનુભવતાં વેદક સમ્યક્ત થાય
છે.
પ્રશ્ન - જો એમ હોય તો, ક્ષાયોપથમિક સમકિત અને વેદક સમકિતમાં શો તફાવત? કારણ કે ઉભયમાં સમ્યકત્વ પુજના યુગલો અનુભવાય છે.
ઉત્તર :- વેદક સમકિતમાં બાકી રહેલ સમસ્ત શુદ્ધપુંજનો અનુભવ થાય છે અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં શુદ્ધપુંજના થોડા પુદ્ગલો અનુભવાય છે. માત્ર એટલો જ આ બેમાં તફાવત છે. પરમાર્થથી તો વેદક પણ ક્ષાયોપથમિકસમકિત જ છે, કેમકે અનુભવાતા છેલ્લા અંશ સિવાયના સર્વ પુગલોનો ક્ષય અને છેલ્લા અંશમાં રહેલા યુગલોનો મિથ્યાત્વભાવ દૂર થવા રૂપ ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ ઉભય સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપથમિક જ છે. વળી બીજે ઘણે સ્થળે ક્ષાયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક એમ સમ્યત્વના ત્રણ પ્રકાર જ કહ્યા છે. ત્યાં વેદક સમકિતનો સમાવેશ ક્ષયોપશમ સમકિતમાં કર્યો છે, કેમકે અલ્પ ભેદથી ભેદ માનવામાં આવે તો ઔદયિકસમકિત પણ માનવું પડે અને તેમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવે. માટે એ ત્રણ ભેદ જ માનવા યોગ્ય છે.
અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા બાદ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યત્વરૂપ શુદ્ધ પુંજ એ ત્રિવિધ દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાથી ક્ષાયિકસમકિત થાય છે. આ પાંચે પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઈ પણ સમ્યકત્વ ધારણ કરનાર દ્વારા ગ્રહણ કરાયેલું શ્રુત, તે સમ્યક્શત કહેવાય અને મિથ્યાત્વી દ્વારા ગ્રહણ કરાયેલું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. (પ૩૩)
(સટીક વિશેષાવશ્યક ભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર.)