________________
૨૪૧
પાંચ પ્રકારનું સમ્યક્ત્વ
તે દર્શન સપ્તકનો ક્ષય થયા પછી ઉપશમશ્રેણિ પર ચઢે છે. જેણે આયુષ્ય ન બાંધ્યું હોય તે દર્શનસપ્તકનો ક્ષય થયા પછી ક્ષપકશ્રેણિ પર ચઢે છે. જેણે બીજીગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે શ્રેણિકરાજા વગેરેની જેમ કોઈપણ શ્રેણિને માંડતો નથી એમ જાણવું. પ્રશ્ન - દર્શન સપ્તકનો ક્ષય થયા બાદ અન્ય ગતિમાં જતો જીવ કેટલામાં ભવે મોક્ષે જાય છે ? જવાબ - ત્રીજા કે ચોથા ભવે. તે આ પ્રમાણે - જો સ્વર્ગ કે નરકમાં જાય તો સ્વર્ગભવ પછી કે નરકભવ પછી ત્રીજા ભવે મોક્ષે જાય છે. જો એ તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે તો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થાય, સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં નહીં. તેથી તે ભવ પછી દેવભવ, તે દેવભવ પછી ચ્યવીને મનુષ્યભવ પામે છે અને ત્યાંથી મોક્ષે જાય છે. આમ ચોથા ભવે મોક્ષે જાય છે. પંચસંગ્રહમાં કહ્યું છે - ‘દર્શન સપ્તકનો ક્ષય થવા પર ત્રીજા, ચોથા કે તે ભવમાં સિદ્ધ થાય છે, કેમકે તે જીવો દેવ, નારકી, અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ અને ચરમશરીરી હોય છે. (૧)' અહીં ત્રીજા ભવે મોક્ષે જવામાં દેવ-નરકમાં થયેલી ઉત્પત્તિ કારણ છે, ચોથા ભવે મોક્ષે જવામાં અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચમાં થયેલી ઉત્પત્તિ કારણ છે અને તે ભવમાં મોક્ષે જવામાં ચરમશરી૨ કારણ છે એમ ક્રમશઃ યોજના કરવી. આ ‘મોટા ભાગે આવું થાય છે' એમ વિચારીને કહ્યું હોય એમ સંભવે છે, કેમકે દર્શન સપ્તકનો ક્ષય થયા પછી કૃષ્ણવાસુદેવનું પાંચમા ભવે પણ મોક્ષમાં જવાનું સંભળાય છે. કહ્યું છે - ‘નરકમાંથી મનુષ્યભવમાં, પછી પાંચમા દેવલોકમાં દેવ થઈને ત્યાંથી ચ્યવીને બારમા અમમ તીર્થંકર થશે. (૧)' દુઃપ્રસહસૂરિ વગેરેને આગમમાં ક્ષાયિકસમ્યક્ત્વ કહ્યું છે તે આ જ રીતે ઘટે છે એમ આગમને અનુસારે વિચારવું. (૩૨)’
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયના ક્ષયથી, ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયના ઉપશમથી અને સમ્યક્ત્વમોહનીયના ઉદયથી થયેલ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારી હેમચન્દ્રસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં કહ્યું છે -
‘હવે ક્ષાયોપમિક સમકિતનું સ્વરૂપ કહે છે
ગાથાર્થ - જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહિ ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય, એવા મિશ્રભાવે પરિણામ પામીને, જે અનુભવાતું હોય તે ક્ષાયોપશમિકસમકિત કહેવાય છે. (૫૩૨)
ટીકાર્થ - જે ઉદયમાં આવેલું મિથ્યાત્વ હોય તેને વિપાકાદિવડે ભોગવીને ક્ષીણ કર્યું હોય અને શેષ સત્તામાં ૨હેલું અનુદિત હોય, તેને ઉપશમાવ્યું હોય એટલે તેનો ઉદય અટકાવ્યો હોય, અને મિથ્યાત્વસ્વભાવ દૂર કર્યો હોય, તેમાં મિથ્યાત્વ અને મિશ્રપુંજની અપેક્ષાએ તેનો