________________
૨૪૦
પાંચ પ્રકારનું સમ્યક્ત મોહનીયના સ્થિતિખંડો સમ્યક્ત્વમોહનીયમાં નાંખે છે, સમ્યક્ત્વમોહનીયના સ્થિતિખંડો નીચે સ્વસ્થાનમાં નાંખે છે. મિથ્યાત્વમોહનીયનું બાકી રહેલું આવલિકા પ્રમાણ દલિક સ્તિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં નાખે છે. ત્યારપછી સમ્યકત્વમોહનીય અને સમ્યમૈિથ્યાત્વમોહનીયના અસંખ્ય ભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ મૂકે છે. ત્યારપછી તે અસંખ્યાતમાં ભાગના પણ અસંખ્યભાગોનો નાશ કરે છે અને એક અસંખ્યાતમો ભાગ મૂકે છે. એમ કેટલાક સ્થિતિખંડો ગયે છતે સમ્યમૈિથ્યાત્વમોહનીય એક આવલિકા જેટલું રહે છે. ત્યારે સમ્યકત્વમોહનીયની સ્થિતિસત્તા આઠ વર્ષ પ્રમાણ છે. સમ્યકત્વમોહનીયની આઠ વર્ષની સ્થિતિસત્તાવાળો તે જીવ નિશ્ચયનયના મતે બધા વિદ્ગોનો નાશ થવાથી દર્શનમોહનીયક્ષપક કહેવાય છે. નિશ્ચયનયને માન્ય દર્શનમોહનીયક્ષપક થયા પછી સમ્યકત્વમોહનીયના અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિખંડોનો ઘાત કરે છે. તેનું દલિક ઉદયસમયથી માંડીને નાંખે છે. તે આ પ્રમાણે - ઉદયસમયમાં થોડું દલિક નાંખે, તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ દલિક નાંખે, તેના કરતા પણ ત્રીજા સમયે અસંખ્યગુણ દલિક નાંખે, એમ ગુણશ્રેણિના શીર્ષ સુધી કહેવું. ત્યારપછી ચરમસ્થિતિ સુધી વિશેષહીન વિશેષહીન દલિક નાંખે. ત્યારપછી પૂર્વેના સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ દલિકવાળો અંતર્મુહૂર્તપ્રમાણ બીજો સ્થિતિખંડ ખાલી કરે છે અને ખાલી કરીને પૂર્વે કહ્યા મુજબ ઉદય સમયથી માંડીને નાંખે છે. આ પ્રમાણે હિચરમ સ્થિતિખંડ સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિખંડ કરતા અસંખ્યગુણ દલિતવાળા અંતર્મુહૂર્તપ્રમાણવાળા અનેક સ્થિતિખંડો ખાલી કરે છે અને નાંખે છે. ચિરમ સ્થિતિખંડ કરતા ચરમ સ્થિતિખંડ સંખ્યાતગુણ દલિકવાળો છે. તે ચરમસ્થિતિખંડનો નાશ કરતા ગુણશ્રેણિનો સંખ્યાતમો ભાગ અને બીજી તેની ઉપરની સંખ્યાતગુણ સ્થિતિઓના દલિકોનો નાશ કરે છે, કેમકે ચરમ સ્થિતિખંડ તેટલા પ્રમાણવાળો જ છે. ખાલી કરીને તે દલિક ઉદયસમયથી માંડીને અસંખ્યગુણાકારે નાંખે છે. તે આ પ્રમાણે – ઉદયસમયમાં થોડું, તેના કરતા બીજા સમયે અસંખ્યગુણ, તેના કરતા પણ ત્રીજા સમયે અસંખ્ય ગુણ, એમ ગુણશ્રેણિના શીર્ષ સુધી કહેવું. ત્યારપછી ખાલી કરાતું દલિક જ મળે છે, તેને નાંખવાના આધારરૂપ દલિકો મળતાં નથી, એટલે જીવ તેને ક્યાંય નાંખતો નથી. ચરમ સ્થિતિખંડ ખાલી થઈ જવા પર એ ક્ષપક કૃતકરણ એમ કહેવાય છે. કહ્યું છે – ચરમ સ્થિતિખંડ ખાલી થવા પર જીવ કૃતકરણાદ્ધામાં વર્તે છે એટલે કે કૃતકરણ થાય છે.” આ કૃતકરણાદ્ધામાં રહેલો કોઈક જીવ કાળ કરીને (મૃત્યુ પામીને) ચારમાંથી કોઈપણ એક ગતિમાં ઉત્પન્ન થાય છે. પહેલા શુક્લલેશ્યામાં જ હતો, હવે કોઈ પણ લેશ્યામાં જાય છે. આમ દર્શનમોહનીયની ક્ષપણા શરૂ કરનાર મનુષ્ય હોય છે અને પૂર્ણ કરનાર ચારેય ગતિઓમાં હોય છે. કહ્યું છે – “શરૂ કરનાર મનુષ્ય હોય છે, પૂર્ણ કરનાર ચારે ય ગતિમાં હોય છે. જો ત્યારે કાળ ન કરે તો સમ્યકત્વમોહનીયના બાકીના દલિક ભોગવીને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થયો થકો ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ પર ચઢે છે. તેમાં જેણે વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધ્યું હોય