________________
પાંચ પ્રકારનું સમ્યક્ત્વ
૨૩૯
ગુણસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં નાંખે છે. તેમનો ઉદ્દલનાસંક્રમ પણ આ રીતે શરૂ કરે છેપહેલો સ્થિતિખંડ મોટો ઉદ્દલે છે. પછી બીજો વિશેષહીન, તેનાથી પણ ત્રીજો વિશેષહીન, એ પ્રમાણે અપૂર્વકરણના ચરમ સમય સુધી કહેવું. અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિસત્તા હતી તે તેના જ ચરમ સમયે સંખ્યાતગુણહીન એટલે સંખ્યાતમા ભાગની થાય છે. એ પ્રમાણે સ્થિતિબંધ પણ જાણવો, એટલે કે અપૂર્વકરણના પહેલા સમયે જેટલો સ્થિતિબંધ હતો તેની અપેક્ષાએ તે જ અપૂર્વકરણના ચરમ સમયે સંખ્યાતગુણહીન એટલે સંખ્યાતમા ભાગનો થાય છે. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. ત્યાં પ્રવેશીને પહેલા સમયથી જ માંડીને અપૂર્વ ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત અને અપૂર્વ સ્થિતિબંધ કરવાનું શરૂ કરે છે. અનિવૃત્તિકરણના પહેલા સમયે જ દર્શનત્રિકના દેશોપશમના-નિત્તિ-નિકાચનાનો વિચ્છેદ થાય છે, એટલે કે ત્યારથી માંડીને દર્શનત્રિકના દેશોપશમના વગે૨ે ત્રણે કરણોમાંથી એક પણ પ્રવર્તતા નથી. વળી અનિવૃત્તિકરણના પહેલા સમયથી માંડીને દર્શનત્રિકની સ્થિતિસત્તાનો સ્થિતિઘાત વગેરે વડે ઘાત થતા થતા હજારો સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા અસંજ્ઞીપંચેન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી ઘણા હજારો સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યાર પછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા તેઇન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા બેઇન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા એકેન્દ્રિયની સ્થિતિસત્તાની સમાન થાય છે. ત્યારપછી તેટલા સ્થિતિખંડો ગયે છતે દર્શનત્રિકની સ્થિતિસત્તા પલ્યોપમપ્રમાણ થાય છે. આ ચૂર્ણિકારના મતે કહ્યું છે. પંચસંગ્રહકારના મતે તો પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા થાય છે. પંચસંગ્રહમાં કહ્યું છે ‘એક-એક અંતરમાં હજારો સ્થિતિખંડો જાય છે. તેથી દર્શનત્રિકની સત્તા પલ્યોપમનો સંખ્યાતમો ભાગ થઈ. (૧)’ વગેરે. એક એક અંતરમાં એટલે અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય વગેરેની સમાન સ્થિતિસત્તા થવાના અંતરમાં. ત્યારપછી ત્રણે દર્શનમોહનીયનો એક સંખ્યાતમો ભાગ મૂકીને બાકીનું બધુ નાશ કરે છે. ત્યારપછી પૂર્વે મૂકેલા તે સંખ્યાતમા ભાગનો પણ એક સંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સંખ્યાતા ભાગોનો વિનાશ કરે છે. આમ હજા૨ો સ્થિતિઘાતો પસાર થાય છે. ત્યારપછી દરેક સ્થિતિઘાતમાં મિથ્યાત્વમોહનીયના અસંખ્ય ભાગોનો અને સમ્યક્ત્વમોહનીય-સમ્યગ્મિથ્યાત્વમોહનીયના સંખ્યાતા ભાગોનો નાશ કરે છે. આ વિધિથી ઘણા સ્થિતિખંડો પસાર થયે છતે ઉદયાવલિકા સિવાયનું બધુ ય મિથ્યાત્વમોહનીય ક્ષય થઈ ગયું, આવલિકા જેટલું બાકી છે. સમ્યક્ત્વમોહનીય અને સમ્મગ્મિથ્યાત્વમોહનીયની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી બાકી છે. આ સ્થિતિખંડોનો નાશ કરતી વખતે મિથ્યાત્વમોહનીયના સ્થિતિખંડો સમ્યક્ત્વમોહનીય અને સગ્મિથ્યાત્વમોહનીયમાં નાંખે છે, સભ્યમિથ્યાત્વ