________________
બીજી છત્રીસી
હવે બીજી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - પાંચ પ્રકારના સમ્યક્ત્વમાં, પાંચ પ્રકારના ચારિત્રમાં, પાંચ પ્રકારના વ્રતોમાં, પાંચ પ્રકારના વ્યવહારોમાં, પાંચ પ્રકારના આચારોમાં, પાંચ પ્રકારની સમિતિઓમાં, પાંચ પ્રકારના સ્વાધ્યાયોમાં અને એક સંવેગમાં રત – આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૩)
-
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સમ્યક્ત્વ એટલે ભગવાને કહેલા તત્ત્વોની શ્રદ્ધા. તે પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ ક્ષાયિક, ૨ ક્ષાયોપશમિક, ૩ વેદક, ૪ ઔપમિક અને
૫ સાસ્વાદન.
તેમાં ક્ષાયિક સમ્યક્ત્વ દર્શનમોહનીય કર્મના ક્ષયથી થયેલું છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને મલધારીશ્રીહેમચંદ્રસૂરિ મહારાજે રચેલ તેની ટીકામાં કહ્યું છે –
ગાથાર્થ - ત્રણે ય પ્રકારનું દર્શનમોહનીય કર્મ ખપી ગયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. (૫૩૩)
ટીકાર્થ - અનંતાનુબંધી ચાર કષાયોના ક્ષય પછી મિથ્યાત્વમોહનીય પુંજ, મિશ્રમોહનીય પુંજ અને સમ્યક્ત્વમોહનીય પુંજરૂપ ત્રણે પ્રકારનું દર્શનમોહનીય કર્મ સંપૂર્ણ રીતે ખપી ગયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે...(૫૩૩)'
તેમાં દર્શનમોહનીયકર્મની ક્ષપણાનું સ્વરૂપ કર્મપ્રકૃતિના ઉપશમનાકરણમાં અને મહોપાધ્યાયશ્રીયશોવિજયજીએ રચેલ તેની ટીકામાં આ પ્રમાણે બતાવ્યું છે -
‘હવે દર્શનમોહનીયની ક્ષપણાની વિધિને કહે છે - અહીં દર્શનમોહનીયની ક્ષપણા શરૂ કરનાર જિનકાળમાં થયેલ, આઠ વર્ષની ઉપરની વયનો, વજઋષભનારાચ સંઘયણવાળો મનુષ્ય છે. જિનકાળ એટલે પહેલા તીર્થંકરના વિચરણકાળથી માંડીને જંબૂસ્વામીને કેવળજ્ઞાન થયું ત્યાંસુધીનો કાળ જાણવો. જેમ પહેલા અનંતાનુબંધીની ક્ષપણા કહી તે જ પ્રમાણે દર્શનમોહમાં પણ ક્ષપણા કહેવી. આમ સામાન્યથી અતિદેશ કરવા છતાં પણ અહીં જે વિશેષ (ફક) છે તે કહેવાય છે - અહીં દર્શનમોહનીયની ક્ષપણા માટે તૈયાર થયેલ મનુષ્ય યથાપ્રવૃત્તકરણ વગેરે ત્રણ કરણો કરે છે. તે પહેલાની જેમ કહેવા. ફરક એટલો છે કે અપૂર્વકરણના પહેલા સમયે જ ઉદયમાં નહીં આવેલ મિથ્યાત્વમોહનીય અને સગ્મિથ્યાત્વમોહનીયનું દલિક