________________
૨૦૭
ચાર પ્રકારનું શુકુલધ્યાન
ત્રીજો ભેદ કહે છે –
ગાથાર્થ-ટીકાર્થ:- મોક્ષે જવાના અત્યંત નજીકના કાળમાં સર્વજ્ઞ કેવલી ભગવંત મન, વચન અને કાયાની બાદરયોગની પ્રવૃત્તિઓ રોકે છે, માત્ર શ્વાસોચ્છવાસની સૂક્ષ્મ ક્રિયા રહે છે. તેથી પાછા ફરવાનું હોતું નથી. એ સૂક્ષ્મ ક્રિયા મટીને હવે કદાપિ ફ્યૂલક્રિયા થવાની નથી. માટે તેનું નામ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી છે. આત્મા વેશ્યા અને યોગરહિત બનતો જાય છે. શરીર-પ્રવૃત્તિથી આત્મા છૂટતો જાય છે. સર્વે કર્મો, તૈજસ-કાશ્મણ શરીર, આયુષ્ય, વચન, કાયાથી નિર્મલ આત્મા છૂટો પડતો જાય છે. (૧૧/૮)
સુપરતક્રિય અનિવર્તાિ નામનો ચોથો ભેદ કહે છે -
ગાથાર્થ-ટીકાર્થ:- મેરુપર્વતની માફક અડોલ શૈલેશીકરણમાં રહેલા કેવલીને ઉત્સન્નક્રિય અપ્રતિપાતી નામનો શુકલધ્યાનનો ચોથો ભેદ હોય છે. તેનું બીજું નામ ચુપરતક્રિયઅનિવર્તિ રાખેલું છે. (૧૧)
ચારે પ્રકારમાં યોગ-સંખ્યાનું નિરૂપણ કરે છે -
ગાથાર્થ-ટીકાર્થ - પહેલો પૃથફત્વવિતર્ક સવિચાર નામનો ભેદ ભંગિક શ્રુત ભણેલાને હોય છે અને તે મન વગેરે એક યોગવાળા કે ત્રણે યોગવાળાને હોય છે. બીજું એત્વવિતર્ક અવિચાર ધ્યાન, મન વગેરે યોગોમાંથી કોઈ પણ એક યોગવાળાને હોય છે, બીજા યોગમાં સંક્રમ થવાનો અભાવ હોવાથી. ત્રીજું સૂક્ષ્મક્રિય અનિવર્તીિ સૂક્ષ્મ કાયયોગમાં હોય, પણ બાકીના વચન અને મનોયોગમાં હોય નહીં. ચોથું વ્યુત્સન્નક્રિય અપ્રતિપાતી યોગરહિત અયોગી કેવલીઓને શૈલેશીકરણમાં રહેલાને હોય. મન, વચન, કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારનો હોય. તેમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરવાળા જીવની વિશેષ પ્રકારની વીર્યપરિણતિ કાયયોગ છે. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં ભાષાવર્ગણાનાં પુગલ દ્રવ્યોના ટેકાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે જ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરની વ્યાપારક્રિયાથી ગ્રહણ કરેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોની મદદથી જીવનો વ્યાપાર, તે મનોયોગ છે. (૧૧/૧૦).
(સટીક યોગશાસ્ત્રના આ. શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ પ્રત્યેક ચાર પ્રકારના આ ચાર ધ્યાનોને જાણે છે. આમ છત્રીસ ગુણોથી યુક્ત એવા ગુરુનો વિજય થાઓ. (૨)
આમ પહેલી છત્રીસી સમાપ્ત થઈ.