________________
૨૦૬
ચાર પ્રકારનું શુકલધ્યાન પદાર્થ, વ્યંજન એટલે શબ્દ, યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તેઓમાં સંક્રાન્તિ તેટલે તેઓમાં આવી પ્રવેશવું અને નીકળવું. (૧૧/૫).
સુફલધ્યાનના પ્રથમ ભેદની વિશેષ વ્યાખ્યા કહે છે -
ગાથાર્થ-ટીકાર્ય - એક પરમાણુ આદિ દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, વિલય, મૂર્તત્વ, અમૂર્તવાદિ પર્યાયોનું દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોએ કરી પૂર્વગત શ્રુતાનુસારે ચિંતન કરવું, તે ચિંતન દ્રવ્ય, વ્યંજન એટલે શબ્દ અને મન, વચન, કાયાના યોગોના કોઈ પણ યોગમાં સંક્રમણવાળુ છે. જેમકે એક દ્રવ્યના ચિંતનથી તેના શબ્દના ચિંતન ઉપર આવવું, શબ્દચિંતનથી દ્રવ્ય ઉપર આવવું, મનોયોગથી કાયયોગમાં કે વચનયોગમાં આવવું, એવી રીતે કાયના યોગથી મનોયોગ કે વચનયોગમાં સંક્રમણ કરવું. આવું ચિંતન તે ગુફલધ્યાનનો પ્રથમ ભેદ છે. કહેલું છે કે :- “પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યમાં ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ પર્યાયોની વિવિધ નયાનુસારે વિચારણા કરવી અને સવિચાર એટલે અર્થ, શબ્દ કે ત્રણ યોગો પૈકી એક યોગથી ગમે તે બીજા યોગમાં પ્રવેશ કરવો, નીકળવું તે વિચાર. આ પ્રમાણે રાગ-રહિત મુનિને પૃથફત્વ વિતર્ક સવિચાર શુકલધ્યાન હોય છે.” (ધ્યાનશતક ૭૭-૭૮) પ્રશ્ન કર્યો કે – પદાર્થ, શબ્દ કે ત્રણે યોગોમાં સંક્રમણ થવાથી મનનું ધૈર્ય કેવી રીતે ગણાય? અને મનની સ્થિરતા વગર ધ્યાન કેવી રીતે ગણાય? સમાધાન કરે છે કે, એક દ્રવ્ય વિષયક મનની સ્થિરતા ઉત્પન્ન થયેલી હોવાથી ધ્યાનપણું સ્વીકારવામાં વાંધો નથી. (૧૧/૬)
શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છે –
ગાથાર્થ-ટીકાર્થ :- આ એકત્વવિતર્ક અવિચાર નામના શુકલધ્યાનના બીજા ભેદમાં પૂર્વધર ઉત્તમ મુનિવરોનાં શ્રુતાનુસાર કોઈપણ એક જ ધ્યેય રાખવાનું હોય છે. પરમાણુ, જીવ, જ્ઞાનાદિ ગુણ, ઉત્પાદ આદિ કોઈ પણ એક પર્યાય, શબ્દ કે અર્થ, ત્રણમાંથી કોઈ પણ એક યોગ ધ્યેય તરીકે હોય છે, પણ જુદા જુદા હોતા નથી. એક જ ધ્યેય રાખવાનું હોવાથી વિચરણ હોતું નથી. પદાર્થ, શબ્દ, ત્રણે યોગોમાં સંક્રમણ ન થાય. તેવા સ્વરૂપવાળું ધ્યાન તે એકત્વ વિતર્ક અવિચાર શુક્લધ્યાન. કહેલું છે કે “પવન વગરના સ્થળમાં રહેલ સુરક્ષિત સ્થિર દીપક સમાન નિષ્કપ આ ધ્યાન હોય છે. આ ધ્યાનમાં એક ધ્યેય ઉપરથી પોતાની જાતિના કે બીજા કોઈ પણ ધ્યેય ઉપર જવાનું – વિચરણ હોતું નથી, પણ ઉત્પાદ, સ્થિતિ, ભંગ આદિ કોઈ પણ એક પર્યાયમાં ધ્યાન હોય, પણ ધ્યાનાંતરમાં જવાનું ન હોય. પૂર્વગત શ્રતના આલંબનથી ગમે તે એક ધ્યાન હોય, પણ વિચરણ ન હોય, એટલે આ ધ્યાન નિર્વિકલ્પક હોય છે, આ ધ્યાન બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે.” (ધ્યાનશતક-૭૯-૮૦) આ બંને ભેદોમાં શુકૂલલેશ્યા હોય. (૧૧/૭)