________________
૨૦૫
ચાર પ્રકારનું શુકલધ્યાન પોતે બેય સ્વરૂપ બની જાય છે. (૧૭૩) તે વખતની સ્થિતિ કેવી થાય છે?
ગાથાર્થ - જે પરમાત્મા છે તે હું છું અને જે હું છું તે પરમેશ્વર છે. મારા વડે ઉપાસના (ધ્યાન) કરવા લાયક મારાથી બીજો કોઈ નથી અને મારાથી અન્ય વડે હું પણ ઉપાસના કરવા યોગ્ય જુદો નથી (મારાથી બીજો મારો ઉપાસ્ય નથી અથવા મારાથી બીજા વડે ઉપાસના કરવામાં હું જુદો નથી). (૧૭૪)
ભાવાર્થ - ધ્યાન કરનાર જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તે, તે સ્વરૂપ થઈ રહે છે, એટલે ધ્યાતા જ્યારે ધ્યેય થઈ રહે છે ત્યારે તે પોતાની સ્થિતિનો જે અનુભવ કરે છે તે આ છે કે જે પરમાત્મા છે, જેનું હું ધ્યાન કરતો હતો તે પરમાત્મા તો હું પોતે જ છું અને હું છું તે પરમાત્મા જ છે. હું જેનું ધ્યાન કરતો હતો તેમાં અને મારામાં કોઈ જાતનો તફાવત નથી. અમે કોઈ પણ આત્મસ્થિતિમાં જુદા પડી શકતા નથી. મારે ઉપાસના કરવા લાયક મારાથી જુદો બીજો કોઈ નથી અને મારાથી બીજા વડે હું પણ કોઈ રીતે જુદો નથી એટલે મારાથી અન્ય મારી ઉપાસના કરે તેવું પણ કાંઈ નથી, કારણ કે તે પણ મારી માફક પૂર્ણ સ્વરૂપ છે. પોતાના મૂળ સ્વરૂપના અજ્ઞાનથી જ આ ઉપાસ્ય-ઉપાસક ભાવ પ્રગટ થાય છે. સર્વ જીવાત્માઓ પોતાના જ સ્વરૂપને જાણે-અનુભવે તો પછી ઉપાસ્ય-ઉપાસક જેવી સ્થિતિ કે જરૂરિયાત રહેતી નથી. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહે છે ત્યારે આ જગતના સર્વ જીવો સત્તાસ્વરૂપે તેને પોતાના જેવા શુદ્ધ ભાસે છે, અર્થાત્ મૂળ સ્વરૂપમાં આવી પહોંચ્યા પછી ઉપાસ્ય કે ઉપાસક જુદા રહેતા નથી. ઉપાસ્ય તે જ ઉપાસક બની રહે છે. આત્માની આ પરમ ઉત્કૃષ્ટ અથવા પૂર્ણ દશા છે. (૧૭૪)”
(ધ્યાનદીપિકાના આ. શ્રીકેશરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર.).
હવે શુકલધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧ પૃથફત્વવિતર્કસવિચાર, ૨ એકત્વવિતર્કઅવિચાર, ૩ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી અને ૪ સુપરતક્રિયાઅનિવર્તી. યોગશાસ્ત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
શુલધ્યાનના ભેદો કહે છે –.
ગાથાર્થ-ટીકાર્થ:- ૧. પૃથકૃત્વવિતર્ક સવિચાર શુક્લધ્યાન, ૨. એકત્વવિતર્ક અવિચાર ગુફલધ્યાન ૩. સૂમક્રિય અપ્રતિપાતી સુફલધ્યાન, ૪. ભુપતક્રિય અનિવર્તી શુક્લધ્યાન. અહીં નાનાત્વ એટલે વિવિધ-જુદી જુદી બાબતોની વિચારણા. વિતર્ક એટલે શ્રુત-દ્વાદશાંગીચૌદપૂર્વ. વિચાર એટલે મનનો વિચાર એવો અર્થ ન કરતાં વિશેષે કરી ચાર એટલે ચાલવુંએક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ચાલવું-જવું, તે વિચાર એટલે કે પરમાણુ, ચણક આદિ