________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૨૦૩ નથી. એવા પરમાત્માનું ઉત્કૃષ્ટ આત્માનું ચિંતન કરવું, હૃદયમાં સ્મરણ કરવું, ધ્યાન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. તેનું ધ્યાન શા માટે કરવું? (૧૬૯).
ગાથાર્થ - જેના અહીં ધ્યાન કરવા માત્ર વડે કરીને જન્મમરણનો ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું આત્માએ નિરંતર ધ્યાન કરવું. (૧૭)
ભાવાર્થ - તે સિદ્ધ પરમાત્માનું-આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેનું ધ્યાન કરવા વડે તે શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતાં આ વિભાવદશાથી ઉત્પન્ન થયેલા જન્મમરણાદિનો નાશ થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્તામાં રહેલ આત્મજ્ઞાન પ્રગટ થાય છે માટે આત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ આત્માનું કે સિદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું. (૧૭) હવે તે ધ્યાન કેમ કરવું?
ગાથાર્થ – પોતાની અંદર તે સ્વરૂપ સિદ્ધ કરવા માટે તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં પોતાના અંતઃકરણને સ્થાપન કરવું, તેના ગુણગ્રામમાં રેજિત કરવું અને આત્મા વડે આત્માને તેના સ્વરૂપમાં જોડવો. (રૂપાતીતનું ધ્યાન આવી રીતે થાય.) (૧૭૧)
ભાવાર્થ - અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે થઈ શકે? આનો ઉત્તરવિધિ આ શાસ્ત્રકાર આ પ્રમાણે બતાવે છે કે, સિદ્ધનું સ્વરૂપ પૂર્વે બતાવી ગયા છે તે સ્વરૂપમાં પોતાના અંત:કરણને ચારે બાજુથી સ્થાપી દેવું, વ્યાપ્ત કરી દેવું. જેવું સામું આલંબન હોય તેવા આકારે ઉપયોગ પરિણમી રહે છે. સામે ઘડો પડ્યો હોય તો આત્મઉપયોગ તે આકારે જ્યારે પરિણમશે ત્યારે જ ખરેખર ઘડાનો બોધ થશે. કોઈ મનુષ્ય ઊભો હશે તો તેના આકારે મન અથવા આત્મઉપયોગ પરિણમશે ત્યારે જ તેનો બોધ થશે. જે વસ્તુનો બોધ કરવો હોય તે વસ્તુમાં તદાકારે પરિણમવાથી તેનો બોધ થાય છે. તેમ જ વધારે વખત પરિણમી રહેવું અને બીજા કોઈ આકારે મન પરિણામાંતર ન પામવું તેવી સ્થિતિને ધ્યાન કહે છે. આ જ પ્રમાણે અરૂપી આત્મસ્વરૂપનું કાંઈ પણ વર્ણન પ્રથમ ધારણ કરવું. રૂપી પદાર્થમાં તો આપણને નિરંતરની ટેવ હોવાથી તેમાં કાંઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના તે આકારે પરિણમી શકીએ છીએ, છતાં તેમાં એકાકારે અંતઃકરણ પરિણમ્યા પછી વચમાં બીજા આકારે પરિણમાઈ ન જવાય, બીજી વૃત્તિઓ ઉત્થાન ન પામે તેટલું સાવધાનપણું રાખવાની જરૂર છે, તેનાથી પણ આ રૂપાતીત ધ્યાન વિશેષ કઠિન છે. આમાં તો આલંબન જ રૂપ-આકૃતિ વિનાનું છે, તો પણ રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરૂપ વગેરે જે ગુણો છે, તે પ્રથમ અંતઃકરણમાં બરોબર
સ્થાપન કરવા, તેનો બને તેટલો માનસિક વિચાર કરવો-રચવો અને પછી મનને તેમાં જોડી દેવું. આથી એવો અનુભવ મળશે કે જેવું આલંબન તેનું પરિણમન. સામું આલંબન રૂપઆકૃતિ વિનાનું હશે તો તમારું મન પણ તે સ્વરૂપમાં રૂપ કે આકૃતિનું સ્વરૂપ ધારણ નહીં