________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૨૦૧ નિરંતર તેનું જ શ્રવણ, તેનું જ મનન અને તેવા રૂપે જ પરિણમવું - આ પણ પદસ્થ ધ્યાન છે. જો કે રૂપાતીત ધ્યાન તરફ આ ધ્યાન પ્રયાણ કરતું જણાય છે, તથાપિ અહીં પદનીઆગમના પદની મુખ્યતા રાખી તે ધ્યાન કરાતું હોવાથી પદસ્થ ધ્યાનમાં સમાવેશ પામે છે. (૧૫૮-૧પ૯). રૂપસ્થ ધ્યાન
ગાથાર્થ - સર્વ અતિશયોથી યુક્ત, કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ, રાગદ્વેષરૂપ મહાન મોહના વિકારો વડે નહિ કલંકિત થયેલા, શાંત, શોભનીય, મનહરણ કરનારા ઇત્યાદિ સર્વ લક્ષણોથી ઓળખાયેલા અરિહંતના રૂપનું આલંબન કરીને ધ્યાન કરવું તેને રૂપસ્થ ધ્યાન કહે છે. (૧૬૦-૧૯૧).
ભાવાર્થ - દેહધારી સાક્ષાત્ સ્વરૂપે વિચરતા અરિહંત ભગવાનના સ્વરૂપનું અવલંબન કરીને ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. અરિહંત = અરિ જે રાગદ્વેષાદિ શત્રુઓ તેઓને હંત = હણનાર-તેનો નાશ કરનાર તે અરિહંત છે. રાગદ્વેષનો સર્વથા નાશ કરનાર તે સર્વ સામાન્ય રીતે અરિહંત કહેવાય છે. છતાં “સર્વ અતિશયોથી યુક્ત' એ વાક્યથી વિશેષ સ્વરૂપવાળા તીર્થકરરૂપ અરિહંતનું અહીં લક્ષ કહ્યું છે એમ સમજવું. અતિશય વિનાના અરિહંતો પણ આત્મસ્વરૂપ થયેલા જ છે. તથાપિ તેનું સ્વરૂપ વિશેષ પ્રકારની બુદ્ધિવાળા જ ગ્રહણ કરી શકે તેમ છે. અહીં તો સામાન્ય રીતે સર્વ અધિકારી પરત્વે વાત ચાલતી હોવાથી, અતિશય ધારણ કરનાર, યોગબળ અને આત્મબળ બન્ને પ્રાપ્ત કરનાર, અતિશય બળ અને જ્ઞાનબળ બન્ને સત્તાને ધારણ કરનાર અને તેને લઈને બાળકથી માંડી સર્વ જીવોને ઉપકારી અને ઉપયોગી જાણી, વિશેષ ગુણધારક, અરિહંત તીર્થંકરના સ્વરૂપનું ધ્યાન કરવાનું અહીં કથન કરેલું છે.
યોગબળથી એકલા ચમત્કાર કે તેવા જ અતિશય ધારણ કરનારનું ધ્યાન નહિ પણ કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાનરૂપ સૂર્યવાળા, તેમ જ રાગદ્વેષાદિ મહામોહ વિકારોથી રહિત, ટુંકામાં કહીએ તો સર્વ લક્ષણોથી પૂર્ણ એવા જ્ઞાનીના સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે બહારથી તો તેમના દેહને સ્મરણમાં લાવી સાક્ષાત્ તેમનું દર્શન કરતા હોઈએ તેમ તેમના સન્મુખ દષ્ટિને જોડી દેવી, પણ આંતરદષ્ટિથી તો તેમના આત્મિક ગુણો પર લક્ષ ચોંટાડી મનને તેમાં સ્થિર કરી દેવું.
અથવા સમવસરણની રચનાનો ચિતાર ખડો કરી તેમાં ધર્મોપદેશ આપતા તીર્થંકર દેવનું ધ્યાન કરવું. આ ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહે છે. (૧૬૦-૧૬૧)
આ પ્રમાણે સાક્ષાત તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના જે કરી ન શકે અને