________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
ચમત્કારોમાં ફસાઈ ન જતાં તે ધ્યાન કાયમ લાંબા વખત સુધી લંબાવતાં રહેવું.
૧૯૯
અથવા હૃદયમાં આઠ પાંખડીનું કમળ તેની દરેક પાંખડીમાં એક નવપદજીનું પદ મૂકવું. એટલે વચમાં-કર્ણિકામાં અરિહંત પછી તેના માથા ઉપર સિદ્ધ, પડખે આચાર્ય, નીચે ઉપાધ્યાયજી, પડખે સાધુ અને વિદિશાઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ પદોને મૂકી તેનો જાપ કરવો, અથવા તે એક એક પદોમાં લક્ષ રાખી ધ્યાન કરવું. તે સિદ્ધચક્રપદનું મંડળ સિદ્ધચક્રજીના ગટા ઉપરથી ધારી લેવું. એ પ્રમાણે હ્રદયમાં સિદ્ધચક્ર ચિંતવી જાપ કે ધ્યાન કરવું આ અપરાજિત નામનો મહામંત્ર છે. બને તેટલો વધારે વખત આમાં રોકવો. જે પદનું ધ્યાન કરતા હોઈએ તે પદમાં આત્મઉપયોગ તદાકારે પરિણમતાં જેટલા વખત સુધી તેમાં ઉપયોગની સ્થિરતા રહે છે તેટલા વખત સુધી આપણે તે પદને ધારણ કરનાર મહાન પુરુષની સ્થિતિનો અનુભવ કરીએ છીએ. આ ધ્યાનને વધારે મજબૂત કરવા માટે જ્યારે જ્યારે જે જે પદના ધ્યાનમાં આપણું લક્ષ પરોવાયું હોય તે તે વખતે તે પદવાચક હું છું તેવી ભાવના મનથી દૃઢ કરતા રહેવું. સાધુપદમાં મન તદાકારે પરિણમ્યું એટલે સાધુ તે હું છું. તે સિદ્ધપદમાં મન પરિણમે ત્યારે તે સિદ્ધ તે હું છું અને જ્ઞાનપદમાં મન પરિણમે ત્યારે જ્ઞાનપદ તે હું છું આ ધ્યાન સાથે રાખતા જવું. ઉપયોગ તદાકારે પરિણમે છે ત્યારે “આ હું દેહધારી મનુષ્ય, શ્રાવક, સાધુ, વગેરે છું.” તે ભાન ભુલાઈ તો જાય છે અને સામા ધ્યેય (ધ્યાન કરવા લાયક જે છે તેના) આકારે પરિણમાય છે, છતાં તે સંસ્કારને વધારે દૃઢ કરવા અને ચાલુ લક્ષ, વિચારાંતરોથી ભૂલી ન જવાય તે માટે ‘તે હું છું' એવા વિચારો ચાલુ રાખવા. આ પ્રમાણે નવપદજીનું કે ગમે તે પદનું ધ્યાન કરાતું હોય તે સર્વ સ્થળે આ લક્ષ ધ્યાનમાં રાખી પ્રવૃત્તિ કરવી અને છેવટે તે પદમાં મનને વિરમાવી દેવું.
અથવા માતૃકાપદ એટલે મૂળ અક્ષરોનું ધ્યાન જેને અક્ષરબ્રહ્મ કહેવામાં આવે છે, તેનું ધ્યાન કરવું. તે આ પ્રમાણે છે -
નાભિમાં સોળ પાંખડીવાળા કમળની ભાવના કરવી અને દરેક પાંખડી ઉપર એક એક સ્વર મૂકવો. ગ, ગ, રૂ, રૂં, ૩, , ૠ, ત્ર, નૃ, ત્, ૫, પે, મો, ગૌ, ગં, ગ
આ અક્ષરો તે પાંખડીઓમાં ફરતા હોય એમ ચિંતવવા એટલે એક ઞ આવ્યો, એક પાંખડી ઉપર દેખાવ દીધો અને બીજી પાંખડી તરફ ચાલ્યો ગયો, તે પાંખડી ઉપર આ આવી ઊભો રહ્યો, તે દેખાયો કે તરત ચાલતો થયો અને તેને સ્થળે રૂ આવી ઊભો રહ્યો. આવી રીતે વારંવાર તે કમળો ઉપર સ્વરોનું પરાવર્તન થતું જાય છે. તેમાં મન પરોવી દેવું અને એકાગ્ર કરવું.
ત્યાર પછી હૃદયમાં ચોવીસ પાંખડીનું કમળ ચિંતવવું અને અનુક્રમે તેમાં એક એક વ્યંજન ગોઠવવો તથા કર્ણિકામાં પચીસમો વ્યંજન ગોઠવવો અને તેમાં પણ એક એક વ્યંજન