________________
૧૯૮
ચાર પ્રકારનું ધર્મધ્યાન નેત્રમાં ક્રમે જોવો. ત્યાંથી મનની કલ્પના વડે શરીરની બહાર કાઢી જ્યોતિષચક્રમાં લઈ જવો. ત્યાંથી ચારે દિશાઓમાં, આકાશના મધ્યમાં અને છેવટે મોક્ષસ્થાનમાં લઈ જવો. આ પ્રમાણે ફેરવ્યા પછી કુંભક મૂકી દેવો. પાછો કુંભક કરી તે પ્રમાણે જ ધ્યાન કરવું. આવી રીતે વારંવાર કરવાથી મન પવિત્ર અને શાંત થવા સાથે એકાગ્ર થાય છે. અથવા ચંદ્રની કળાનું ધ્યાન કરવું એટલે આઠમના ચંદ્ર જેવી સ્વચ્છ અને પ્રકાશિત આકૃતિ કલ્પી તેનું ધ્યાન કરવું. આ ચંદ્રની કળાને હૃદયમાં કે ભૂકુટિમાં જોયા કરવી. તેમાં જ લક્ષ રાખી આ ચંદ્રકળાની માફક નિર્મળ અને પ્રકાશ સ્વરૂપ, પરમ શાંતિમય શુદ્ધ સ્વરૂપ હું આત્મા છું આ વિચાર કર્યા કરવો. આ સિવાય બીજું કાંઈ પણ ચિંતન ન કરવું તે તેનું ધ્યાન છે. આ સ્થળે કુંભકની જરૂર નથી. જેમ લાંબા વખત સુધી ધ્યાન થાય, સ્થિરતાપૂર્વક બીજા વિકલ્પો સિવાય રહી શકાય ત્યાં સુધી તે ચંદ્રકળામાં સ્થિર થવું, ત્યારપછી તે ચંદ્રકળાને ધીમે ધીમે પાતળી ચિતવતા જવું. છેવટે વાળના જેવી ચંદ્રકળા રહે ત્યાં સુધી ધ્યાન કરવું. આ ધ્યાનથી એકાગ્રતા સાથે મન નિશ્ચળ અને નિર્મળ થાય છે. આથી વિવિધ પ્રકારની સિદ્ધિઓ પણ થાય છતાં સાધકે તેમાં ન લોભાતાં પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખવો, નહિતર પતિત થવાનો પ્રસંગ આવે છે. સિદ્ધિ તે કાંઈ કર્તવ્ય કે છેવટનું પ્રાપ્તવ્ય નથી. ત્યાર પછી તે લક્ષ મૂકી દઈ નિરાકારનું લક્ષ રાખી નિરાકારનું ધ્યાન કરવું કે જે નિરાકાર, નિર્વિચાર લક્ષ વિનાની અથવા આત્માના શુદ્ધ સ્વરૂપના લક્ષવાળી સ્થિતિ છે તેનું ધ્યાન કરવું. તે સ્થિતિમાં કર્મોનો ક્ષય થઈ આત્મસ્થિતિ પ્રાપ્ત થાય છે.
અથવા ૐ નમો રિહંતા આ આઠ અક્ષરના પદનું ધ્યાન કરવું. આ ધ્યાન એવી રીતે કરવું કે ૐ ને પૂર્વ દિશામાં મૂકવો. ત્યાર પછી અનુક્રમે બીજા અક્ષરો દિશા-વિદિશામાં મૂકી ગોળ કુંડાળાના આકારમાં ગોઠવી તે અક્ષરો પર લક્ષ રાખી જોયા કરવું, એટલે તે અક્ષરોનું ધ્યાન કરવું.
આ પ્રમાણે ધ્યાન કરવું. અથવા પૂર્વ દિશામાં રહેલા 38 ઉપર દૃષ્ટિ આપી મનમાં ૐ બોલવો. પછી તે ઉપર પછી મો ઉપર એમ અનુક્રમે આઠે અક્ષરો ઉપર દૃષ્ટિ આપી ૐ નમો રિહંતાણં એ જાપ પૂરો કરવો. આ એક જાપ થયો. આવી રીતે દરેક અક્ષર ઉપર દષ્ટિ રાખી હૃદયકમળમાં તે મંત્રનો અગિયારસો વાર જાપ કરવો. આવો જાપ આઠ દિવસ કરતાં તેના અક્ષરો ચંદ્ર જેવા નિર્મળ જોવામાં આવશે. તે જોવાથી ધ્યાન કરનારમાં એવું બળ આવે છે કે ભૂત, પ્રેત, સર્પ, વાઘ, સિંહાદિ જીવો તેને કોઈ વિઘ્ન કરી શકતા નથી, આત્મબળ વૃદ્ધિ પામે છે, સર્વ સ્થળે શાંતિ ફેલાય છે. છતાં તે ધ્યાન કરી તેટલાથી ન અટકતાં આગળ અભ્યાસ ચાલુ રાખી તે અરિહંત તે હું છું આ અર્થના ભાનપૂર્વક જાપ કરવો. જાપ કરતાં આ જાપ, તેનો અર્થ અને અરિહંત તે હું છું ઇત્યાદિનું પણ ભાન ભૂલી જઈને છેવટના નિર્વિકલ્પ ધ્યાન સુધી પહોંચવું અને વચમાં આ લોકનાં વિવિધ પ્રકારનાં સુખમાં લોભાવે તેવા