________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન ગયા હોય તેમ દૂર ઊભા રહે છે, અર્થાતું તેની પાસે પણ આવી શકતા નથી. (૧૫૫
૧૫૭)
પદસ્થ ધ્યાન
ગાથાર્થ - પવિત્ર મંત્રપદોનું અથવા આગમનાં પદોનું જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થ ધ્યાન કહે છે. પદસ્થ ધ્યાન કરનારે ૐ અરે ઇત્યાદિ મંત્રોનું માયાબીજ સહિત અક્ષરોની પંક્તિનું અને પરમેષ્ઠી ઈત્યાદિ પદના સમૂહનું સ્મરણ-ચિંતન કરવું. (૧૫૮-૧૫૯). | ભાવાર્થ - પદ એટલે અધિકાર – પદવી. તેમાં રહેલા તે પદસ્થ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ પદવીઓ છે. તે પદવીધરોનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. આ દેહ ધારણ કરનાર પદવીધરોમાં રૂપની મુખ્યતા હોવાથી તે પદવીધરોના ધ્યાન સંબંધી વાતનો રૂપસ્થ ધ્યાનમાં સમાવેશ કરવામાં આવે છે. માટે અહીં તે પદસ્થ મહાપુરુષોના નામનું સ્મરણ કરવું અથવા તે મહાપુરુષોના પવિત્ર નામસૂચક અક્ષરોનુંશબ્દોનું ધ્યાન કરવું, તે આ પદસ્થ ધ્યાનમાં કહેવામાં આવશે. સિદ્ધમાં રૂપ નથી પણ તેનું ધ્યાન રૂપાતીતમાં આવવાનું છે, એટલે અહીં પદસ્થનો અર્થ તેના પવિત્ર પદનું-શબ્દનુંઅક્ષરનું ધ્યાન કરવું તે થાય છે.
મંત્ર અને પદ એનું ધ્યાન આ પ્રમાણે છે : 3ૐ મરે નમઃ આ બીજ મંત્ર છે. તેનો હૃદયકમળમાં અખંડ જાપ શરૂ કરવો. તે જપ શાંતિવાળા સ્થળે બેસી, આંખો મીંચી, હૃદયમાં દૃષ્ટિ રાખી તે જાપના અક્ષરોનો ભાસ થતો રહે, સાથે તેના અર્થનું ભાન થતું રહે તેવી રીતે કરવો.
અથવા સ્ફટિક રત્ન જેવા ધોળા વર્ણના ૐકારનો એકલો જાપ કુંભક કરીને કરવો. પવનને હૃદયમાં રોકી તે સ્થળે જેટલો વખત કુંભક ટકી શકે-એટલે પવન રોકી શકાય તેટલા વખતમાં હૃદયમાં ત્યાં જાપ કરવો. અથવા ધોળા વર્ણનો ઢંકાર ત્યાં કલ્પીને તેનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે ૩ૐકારને સ્થિરતાપૂર્વક જોયા કરવો અથવા જાપ કરવો. મન અકળાય એટલે પવનને મૂકી દઈ પાછો રોકી કુંભક કરી ધ્યાન કે જાપ કરવો. પાછો મૂકી દઈ ફરી પવનને રોકી જાપ કે ધ્યાન કરવું. આ પ્રમાણે જેટલી સ્થિરતા હોય તેટલા પ્રમાણમાં શરૂઆતમાં આવી રીતે જાપ કરવો અગર ઉઠેકારનું ધ્યાન કરવું. અથવા એકલા મંત્રનો હૃદયમાં જાપ કરવો કે ધ્યાન કરવું. આ પણ કુંભક સાથે જ કરવો. મનની વિક્ષેપતા અથવા ચપળતા મટાડવા માટે આ જાપ વખતે કુંભક કર્યા પછી તે કુંભકમાં જ આ મર્દ મંત્રને જુદા જુદા શરીરાદિના ભાગોમાં ફેરવવો-ચિંતવવો. જેમ કે પ્રથમ કુંભક કરી મર્દ એ મંત્રને હૃદયમાં જોવો. પછી તરત જ તે સ્થાન બદલી ભૃકુટિમાં જોવો. ત્યાંથી મુખમાં, તાજુમાં,