________________
૧૯૬
ચાર પ્રકારનું ધર્મધ્યાન ચિંતવવાનું છે, બાકી સર્વજ્ઞ હું ક્યાંથી હોઈ શકે? આ ભાવના મન કરવાનું જ. એટલે દરજે તે ભાવના સિદ્ધ નથી થઈ એમ માનવું જ જોઈએ. આ ભાવના અનુક્રમે સિદ્ધ થતી ચાલે છે. અથવા લાંબા વખતના અભ્યાસે આ જાતનો સંસ્કાર પડી જાય છે. જેમ કોઈ ગૃહસ્થપણાનો ત્યાગ કરી ત્યાગી થયો, તે ત્યાગીપણાનો સંસ્કાર તેના મનમાં મજબૂત થતો ચાલે છે કે હું સાધુ છું, ત્યાગી છું. એ સંસ્કાર કાળે કરી એવો દઢ થઈ જાય છે કે તે ત્યાગીપણાનો અનુભવ મેળવે છે, બહારથી પણ મન તેમ માને છે કે હું ત્યાગી છું, અંદરખાનેથી પણ ત્યાગીપણાના ગુણો નિઃસ્પૃહતા, મમત્વરહિતપણું, વૈરાગ્યવૃત્તિ, પૂર્ણ ત્યાગ વગેરે અનુભવ કરતો જાય છે. આ પ્રમાણે અભ્યાસનું પણ પરિણામ છે.
ત્યાર પછી એક સુંદર સિંહાસન ત્યાં આવેલું છે, તેના ઉપર હું બેઠો છું, એમ ચિંતવવું. સર્વજ્ઞપણાના કે તીર્થકર દેવના જે ચોત્રીસ અતિશયો છે તે સર્વ અતિશયો પોતાના તરફથી અને પર તરફથી પ્રગટ થઈ રહેલા છે, મેં સર્વ કર્મોનો નાશ કરી દીધો છે, મંગલકારી મહાન મહિમાવાળો હું છું, આમ પોતાના શરીરની અંદર ચિંતવવું. છેવટે આ દેહની અંદર હું નિરાકાર, શુદ્ધ સ્વરૂપ, નિર્લેપ, વિશુદ્ધ આત્મસ્વરૂપ હું જ રહેલો છું એમ ચિંતવવું અને તે પ્રવાહને-તેવી વૃત્તિને-લંબાવા દેવી અને ધીમે ધીમે તે વૃત્તિનું પણ ભાન ભૂલી જઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો. આ તત્ત્વ સ્વરૂપ ધારણા છે. એટલે આ દેહની અંદર રહેલ તત્ત્વ સ્વરૂપ હું જ છું અને તે જ પરમાત્મા છે, સર્વજ્ઞ છે, એ તત્ત્વ સ્વરૂપ ભાવના સિદ્ધ કરવાની છે. કહેવાનો ઉદ્દેશ પણ તે જ છે.
આ પિંડ ધ્યાનના લાંબા વખતના અભ્યાસે યોગી-ધ્યાન કરનાર મોક્ષસુખ પામે છે. એટલે આ કલ્પનાનો અભ્યાસ આ કલ્પનાની લાંબા વખતની ટેવ કલ્પિત નહિ પણ તાત્વિક રીતે જે કલ્પના કરી છે, તે પોતાના શુદ્ધ સ્વરૂપને પહોંચાડે છે. આ પિંડસ્થ ધ્યાન છે. (૧૫ર-૧૫૪) પિંડસ્થ ધ્યાનનું અલૌકિક ફળ
ગાથાર્થ - વિશ્રાંતિ લીધા વગર અર્થાત્ વચમાં આંતરો પાડ્યા વિના નિરંતર આ પિંડસ્થ ધ્યાનના અભ્યાસ કરનાર યોગીને મારણ, મોહન, ઉચ્ચાટન, સ્તંભન, વિશ્લેષણાદિ દુષ્ટ વિદ્યાઓ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મંત્રોની અસર તેના ઉપર થતી નથી. કુષ્ઠાદિ રોગ નડતા નથી. અથવા મંડલ એટલે યુદ્ધમાં તેનો પરાભવ થતો નથી. શસ્ત્રાદિ શક્તિઓની અસર પણ તેના ઉપર થતી નથી. શાકિનીઓ, હલકી યોગણીઓ, માંસાહારી પિશાચો તે આ યોગીના તેજને સહન નહિ કરી શકતાં તત્કાળ જ ત્રાસ પામી નાસી જાય છે. દુષ્ટ હાથીઓ, સિંહો, જંગલી પાડાઓ અને સર્પો પણ મારવાની ઇચ્છાવાળા છતાં પણ થંભી