________________
૧૯૪
ચાર પ્રકારનું ધર્મધ્યાન ઉડાડી દઈને દૃઢ અભ્યાસવાળા ધ્યાતાએ તે વાયુને શાન્તિમાં લાવવો એ મારુતી ધારણા છે. (૧૪૮-૧૪૯)
ભાવાર્થ - આ બીજી ધારણામાં સારી રીતે પ્રવેશ થયા પછી ત્રીજી વાયવી ધારણાનો અભ્યાસ કરવો. મન બાળક જેવું છે. જેમ કેળવીએ, જે ટેવ પડાવીએ તે પ્રમાણે કેળવાય છે - ટેવ પાડે છે. આપણા કહ્યા મુજબ મન કરે તે એક રીતે મન આપણને સ્વાધીન થાય છે એમ કહેવામાં જરા પણ અડચણ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ, જાગૃતિ વિના, ઓઘ સંજ્ઞાએ મન જે દોડધામ કરી મૂકે છે, એક વિચારમાં રોક્યા છતાં વચમાં બીજા વિચારો કરી મૂકીને જે મૂંઝવણો ઊભી કરી મૂકે છે, તેના કરતાં આપણે બતાવીએ તે વિચારો કરે – તે આકારો પકડે તે ઘણું જ ઉત્તમ છે. જો કે હજી તે મનની ખરી નિર્મળતા તો રૂપાતીત ધ્યાનમાં જ થાય છે, તથાપિ આપણા મનની ધારણા નીચલી અપેક્ષાએ ઘણી ઉત્તમ છે. હવે મનથી એવી કલ્પના કરો કે, વાયુ ઘણો પ્રચંડ વાવો શરૂ થાય છે. તત્કાળ તેવી કલ્પના સિદ્ધ ન થાય તો પહેલાં કોઈ વખત વધારે વાયરો ચાલુ થયેલો તમા૨ા જોવામાં આવ્યો હોય તેવી કલ્પના કરો કે તેની સ્મૃતિ અહીં કરો અને ધીમે ધીમે તેમાં વધારો કરતા રહો. તે એટલે સુધી કે આખાં ત્રણ ભુવન પવનથી વ્યાપ્ત થઈ ગયાં છે અને તે એવા ઝપાટાથી વાયરો વાય છે કે મોટા મોટા પહાડો પણ ચલિત થઈ ગયા છે તથા સમુદ્રો ક્ષોભ પામીને મર્યાદા મૂકવા માંડ્યા છે, પાણીનાં મોટાં મોજાંઓ સમુદ્રમાં ઊછળી રહ્યા છે. આ વિચારોથી તેવો દેખાવ દેખાયા પછી પૂર્વે અગ્નેયી ધારણામાં જે શ૨ી૨ તથા કર્મ આદિનો રાખનો ઢગલો થયેલો પડ્યો હતો તે આ વાયુના ઝપાટાથી આકાશમાં ઊડી ગયો છે તેમ ચિંતવવું. ત્યાર બાદ માનસિક કલ્પનાને બદલાવવી એટલે જે પ્રચંડ વાયુ વાઈ રહ્યો હતો તેને તદ્દન શાંત કરી દેવો, એટલે જરા પણ વાયુ વાતો નથી તેવી સ્થિતિ મનથી કલ્પવી. આ વાયવી ધારણા છે. (૧૪૮-૧૪૯) વારુણી ધારણા
ગાથાર્થ - મેઘની માળા વડે ઘેરાયેલા અને અમૃતના પાણી વડે વર્ષતા આકાશનું ચિંતન કરવું. ત્યાર પછી અર્ધચંદ્ર સમાન સુંદર અને વરુણ બીજ (વ)ના ચિહ્નવાળું વરુણમંડળ ચિંતવવું. ત્યાર પછી તે વણપુર અમૃતના પાણી વડે આકાશતળને પલાળી દે છે એમ ચિંતવવું. અને શરીરની ઉત્પન્ન થયેલી તે રજને ધોઈ નાખે છે એમ વિચારવું તે વારુણી (પાણીની) ધારણા છે. (૧૫૦-૧૫૧)
ભાવાર્થ - વાયુની ધારણા સ્થિર થયા પછી પાણીની ધારણા કરવી. તે ધારણામાં પ્રથમ આકાશ ચિંતવવું. આ આકાશ વાદળાંઓની ઘટાથી ઘેરાયેલું છે અને તેમાંથી અમૃતના પાણીનો વરસાદ વરસી રહ્યો છે. એ ભાવના દૃઢ થયા પછી, વણપુર કે વરુણમંડલનું