________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૯૩ તણખા નીકળ્યા પછી તે મૂળ-મંત્રના રેફમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી ચિંતવવી.
આ વખથે હૃદયમાં એક આઠ પાંખડીનું કમળ ચિંતવવું. આ કમળ સોળ પાંખડીવાળા નાભિના કમળની ઉપર ઊંધું અર્થાત્ નીચું મુખ રાખી તે સોળ પાંખડીવાળા કમળ ઉપર લટકતું હોય તેમ પણ કેટલાએક આંતરે (છે.) રહેલું ચિંતવવું. આ આઠ પાંખડીવાળા કમળના દરેક પાંદડાં ઉપર એક એક કર્મ (૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય એ પ્રમાણે) ગોઠવી દેવાં, ત્યાર પછી નાભિકમળની કર્ણિકામાં રહેલા મૂળમંત્ર મર્દ ના રેફમાંથી જે જવાળાઓ નીકળતી હતી, તે જવાળાઓ વધારે વૃદ્ધિ પામીને આઠ પાંખડીવાળા ઊંધા મુખવાળા કમળ ઉપર પડી અને તે કમળમાં રહેલાં આઠે કર્મને તે બાળી નાંખે છે. આ મહામંત્રમાંથી નીકળતી અગ્નિજવાળા અવશ્ય તે કમળ સાથે કર્મોને બાળી જ નાંખે છે એમ મજબૂતાઈથી ચિંતવવું અને તદાકાર થઈ જવું.
ત્યાર પછી શરીરની બહાર એક ત્રણ ખૂણાવાળો અગ્નિનો કુંડ છે, જેની અંદર ભડભડાટ કરતો અગ્નિ બળી રહેલો છે, ધુમાડા વિનાની અગ્નિની જવાળાઓ-ભડકાઓ થઈ રહેલા છે એમ ચિંતવવું. તે ત્રિકોણ અગ્નિકુંડના ઉપરના એક ભાગમાં એક તેજસ્વી સાથિયો છે, તથા બીજી તરફ અગ્નિબીજ (૯)કાર છે એમ ચિંતવવું. એવી દઢતાથી ચિંતન કરવું કે તે અગ્નિકુંડ, તેમાંથી નીકળતી જવાળાઓ, ભડકાઓ, સાથિયો (૮)કાર વગેરે દેખાઈ આવે.
ત્યાર પછી આ દેહ કે જેનાથી આત્મા અત્યંત જુદો છે, તે આત્મા આ દેહનો પણ જોનાર છે, દ્રષ્ટા છે, તેનો ખરો અનુભવ કરવા માટે અર્થાત્ તે ભિન્નતા વિચારદષ્ટિથી બરોબર અનુભવવા માટે તે અગ્નિકુંડની અંદર આ પોતાના દેહને નાખી દેવો. અને પોતે તો દૂર ઊભા રહીને શરીર બળ્યા કરે છે તેમ જોયા કરવું. તે શરીર બાળીને રાખ થઈ ગયું, આઠ અને સોળ પાંખડીનાં કમળો બળીને રાખ થઈ ગયાં, મંત્રમાંથી નીકળતી અગ્નિની
જ્વાળાઓ હતી તેની રાખ થઈ ગઈ, અને છેવટે બહારના કુંડમાં જે અગ્નિ બળતો હતો તે પણ રાખરૂપ થઈને શાંત થઈ ગયો. આ પ્રમાણે સર્વ શાન્ત થઈ ગયું. એક રાખનો ઢગલો થઈ ગયો એમ ચિંતવી શાંતિ લેવી, કાંઈ વિચાર કર્યા વગર શાન્ત બેસી રહેવું. આ બીજી અગ્નિ સંબંધી ધારણા છે. (૧૪૦-૧૪૭) ધર્મધ્યાનની વાયુ સંબંધી ધારણા -
ગાથાર્થ - ત્યાર પછી પરિપૂર્ણ ત્રણે ભુવનને ભરી દેતા, પહાડોને ચલાયમાન કરતા, સમુદ્રોને ક્ષોભ પમાડતા, વાયુને ચિંતવવો. તે વાયરા વડે રાખના ઢગલાને તત્કાલ હલાવીને