________________
૧૯૨
ચાર પ્રકારનું ધર્મધ્યાન
કમલ ઊંચા સોળ પત્રોવાળું નાભિમંડળમાં ચિંતવવું. દરેક પત્ર ઉપર બેઠેલી સ્વરની માલાથી શોભતી કર્ણિકામાં સ્કુરાયમાન થતા મહમંત્ર મર્દનું ચિંતન કરવું. આ મહામંત્ર રેફથી રૂંધાયેલો, કલા અને બિંદુના ચિહ્નવાળો, આકાશ અક્ષર (આકાશ બીજ) હૈં કારને ચળકતા બિંદુના તેજની કોટિ કાંતિ વડે દિશાના મુખને વ્યાપ્ત કરતો ચિંતવવો. તે રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની શિખાનું ચિંતન કરવું. પછી તેમાં અગ્નિના તણખાની સંતતિ નીકળતી અને પછી જ્વાલાની પંક્તિ નીકળતી ચિંતવવી. નિરંતર વૃદ્ધિ પામતા તે જ્વાલાના સમૂહ વડે ધીર પુરુષે હૃદયમાં રહેલા કમળને તત્કાળ બાળી નાખવું. તે આઠ પત્રોવાળા અધોમુખ કમલને મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળી જ નાખે છે એમ કલ્પવું. ત્યાર પછી દેહની બહાર ત્રિકોણ અગ્નિમંડલનું ચિંતવન કરવું. તે ત્રિકોણ અગ્નિમંડલ અગ્નિબીજ તથા ચકચકતા સ્વસ્તિક સહિત છે એમ ધ્યાવું. પછી દેહને, કમળને તથા મંત્રમાંથી નીકળતા અગ્નિની જ્વાળાવાળા અંતરના અગ્નિને અને બહારના અગ્નિમંડલ તે સર્વને તત્કાળ રાખરૂપ કરી નાખીને શાન્ત થઈ રહેવું તે આગ્નેયી ધારણા છે. (૧૪૦-૧૪૭)
ભાવાર્થ - પાર્થિવી ધારણાનો અભ્યાસ કેટલાક દિવસ કરતાં તે અભ્યાસ દૃઢ થયા પછી આગળ અભ્યાસ ચલાવવો. દૃઢ ધારણા એટલે જ્યારે જે ઠેકાણે તે ધારણાનું ચિંતવન કરીએ ત્યારે તે સ્થળે તરત જ વિલંબ વિના તે દેખાવ ખડો થાય એટલે દૃઢ અભ્યાસ થયો કહેવાય. ત્યારપછી નાભિની અંદર એક સુંદર સોળ પાંખડીનું કમળ ચિંતવવું. તેના પાંદડાઓ ખુલ્લાં, ઊંચાં, ઊભા હોય, અર્થાત્ નાભિના નીચલા ભાગ તરફ તેની ડાંડલીવાળો (ડીંટિયાવાળો) છેડાનો ભાગ હોય અને મુખનો ભાગ હૃદય તરફ ખુલ્લો હોય તેવું ચિંતવવું. તે દરેક પત્ર ઉપર એક સ્વર બેઠેલો હોય તેમ ચિંતવવું. તે સ્વર અનુક્રમે (ઞ, આ, રૂ, રૂં, ૩, , ૠ, ૠ, રૃ, ત્રુ, હૈં, પે, મો, ગૌ, ગં, :) આ પ્રમાણે છે. તે સ્વરોને કમળના પત્ર પ્રમાણે ગોળાકારમાં ગોઠવી દેવા. તે કમળની વચલી કર્ણિકા કેસરના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર અTM ને સ્થાપન ક૨વો, આ મંત્રમાં આકાશબીજ ‘T’ કાર છે તેના ઉપર રેફ, બિંદુ અને કળા મૂકતાં મૈં થાય છે છતાં મૂળ મંત્ર અĚ છે, એટલે મૈં આગળ વધારતાં અĚ થાય છે. આ મૂલ-મંત્ર એટલો બધો તેજસ્વી ચિંતવવો કે તેની સુંદર ચળકતી પ્રભાથી દિશાનાં મુખો પણ વ્યાપ્ત થયાં હોય, પ્રકાશમાન થતાં હોય, એવો ચિંતવવો, અને ધ્યાન ધરવું એટલે તે તરફ થોડો વખત મનને આંતર ઉપયોગ સાથે સ્થિર કરીને જોયા કરવું.
આ પ્રમાણે તે મૂળ-મંત્ર અě નું ધ્યાન કર્યા પછી તેના રેફમાંથી ધીમે ધીમે ધુમાડાની એક શિખા-ધારા નીકળતી હોય તેમ ચિંતવવું. તે ધુમાડાની શિખા દેખવામાં આવે ત્યાર પછી તે મૂળ-મંત્રના રેફમાંથી અગ્નિના તણખાઓ ઊઠતા નીકળતા ચિંતવવા. આ અગ્નિના તણખા નીકળતા થાય એટલે ધુમાડાની શિખા ઓછી થતી હોય તેમ ધારવું.