________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૯૧ ભાગ તે સ્થળની ઝાંખી નજર આગળ તરી આવે છે અને મન વધારે લીન થાય તો સાક્ષાત્ નજરો નજર જોતા હોઈએ તેવો ભાગ દેખવામાં આવે છે, તેવી રીતે આ સમુદ્રને જોવો. આ વિચાર વખતે આંખો મીંચેલી રાખવી. પછી તે સમુદ્ર દૂધથી ભરેલો છે, સમુદ્રનું પાણી દૂધ જેવું છે, એમ ચિંતવવું. દૂધ જેવું પાણી દેખાયા પછી, તેમાં હજાર પાંખડીઓવાળું એક મોટું જંબૂદ્વીપ જેવડું (લાખ યોજનાના વિસ્તારવાળું) કમળ તે સમુદ્રની વચમાં છે એમ વિચારવું. આ કમળનાં પત્રો સોનાના જેવાં છે એમ ચિંતવવાં. તે કમળના વચલા ભાગમાં સુંદર ચળકતા પીળા વર્ણની કેસરો-કર્ણિકા ચિંતવવાં. આ કેસરો કમળના પ્રમાણમાં મોટાં ચિંતવવાં, એટલે લાખ યોજનની લંબાઈવાળા મેરુ પર્વતને તે કમળના કેસરોને સ્થળે ચિંતવવો. આ વિસ્તારવાળા મેરુ પર્વતના ભાગ ઉપર કલ્પવૃક્ષોની સુંદર ઘટાઓ પંક્તિબંધ આવી રહેલી છે. તેના વચલા ભાગમાં એક સુંદર શિલા આવી રહેલી છે. તેના ઉપર સ્ફટિક રત્નનું ધોળું સિંહાસન છે એમ ચિંતવવું. તે સિંહાસન ઉપર હું પોતે બેઠો છું અને કર્મોને મૂળથી ઉખેડી ફેંકી દઉં છું, આવી કલ્પના કરવી-મન એને આકારે પરિણાવી દેવું. આ વખતે આ ચિંતનમાં આત્મઉપયોગ એકરસ થઈ જવો જોઈએ. અર્થાત્ આપણે જે આ કલ્પના કરી છે તે સાક્ષાત્ અનુભવતા હોઈએ તેમ અનુભવ થવો જોઈએ.
એ વાતની આપણને ખબર છે કે કલ્પનાથી કર્મબંધ થાય છે. અનેક વાર જીવો માનસિક કલ્પનાઓ એવી કરે છે કે તે નિરુપયોગી કર્મબંધ કરાવનારી અને હલકા પ્રકારની હોય છે. તો જેમ નઠારી કલ્પનાથી કર્મબંધ થાય છે તેમ સારી કલ્પનાથી આપણને સારું ફળ પણ થવું જ જોઈએ. ન્યાય બંને ઠેકાણે સરખો છે. વળી આ કલ્પનાઓમાં ઉપયોગ તદાકારપણે પરિણમે છે, એટલે આ કલ્પના પણ સાચું રૂપ પકડે છે. અર્થાત્ કલ્પનાના પ્રમાણમાં શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ કલ્પનામાં નિર્મળ આત્મઉપયોગી ધારણા હોવાથી નિર્જરા પણ થાય છે. કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાની જ ધારણા હોવાથી આ કલ્પનાનું ફલ કર્મનિર્જરાના રૂપમાં આવે છે.
હું મારા કર્મોનો સર્વથા નાશ કરું છું. આ કલ્પનાની સાથે ને કલ્પનારૂપે એકરસ થવાનું હોવાથી તે ચાલુ પ્રવાહને બીજા વિકલ્પોથી ખંડિત થવા ન દેતાં તેની અખંડ ધારણા રાખવી. તેમ કરવાથી આત્મબળમાં વધારો થાય છે, મન નિર્મળ થાય છે, ધારણા દઢ થાય છે અને વાસનારૂપ કર્મનો નાશ થાય છે. આ પાર્થિવી ધારણા છે. આ ધારણા પછી આગળ વધવું. (૧૩૭, ૧૩૮, ૧૩૯) અગ્નિસંબંધી ધારણા -
ગાથાર્થ - પાર્થિવી ધારણાનો નિશ્ચલ અભ્યાસ થયા પછી ધ્યાન કરનારાએ એક સુંદર