________________
૧૯૦
ચાર પ્રકારનું ધર્મધ્યાન ભાવાર્થ - આપણા લાંબા વખતના પરિચયવાળા પાંચ સ્થૂલ ભૂતોના સંબંધમાં (આ પિંડસ્થ ધ્યેયમાં) ધારણા કરીને પછી આત્મસ્વરૂપની ધારણા કરવાની છે. સ્થૂલ ભૂતો જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશરૂપ છે, જેનો પરિચય આપણને લાંબા વખતનો છે, તેથી તેની સાથે આત્મામાં મનને સ્થિર કરવું. તેના જુદા જુદા આકારો પ્રમાણે મનની સાથે આત્મઉપયોગને પરિણાવવાની ટેવ આપણી મરજી અનુસાર પાડવી તે વધારે અનુકૂલ પડશે એમ ધારી શાસ્ત્રકાર પિંડસ્થ ધ્યેય પાંચ ધારણાએ કરી બતાવે છે. પાર્થિવી એટલે પૃથ્વી સંબંધી વિકારવાળી ધારણા, આગ્નેયી એટલે અગ્નિ સંબંધી ધારણા, મારુતી એટલે વાયુ સંબંધી ધારણા, વારુણી એટલે પાણી સંબંધી ધારણા. આ ધારણાના પ્રસંગમાં આકાશની ધારણા આવી જશે. પહેલી પૃથ્વી સંબંધી ધારણા સાથે સમુદ્રના પાણી સંબંધી ધારણા કરવામાં આવી છે અને છેલ્લી ધારણા તત્ત્વભૂ છે, એટલે તત્ત્વસ્વરૂપે-આત્મસ્વરૂપેથઈ રહેવાની છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્માથી પરમાત્મા જુદો નથી એ વિષયને જણાવવાવાળી આ ધારણા છે.
પિંડસ્થ-પિંડ-દેહ તેમાં રહેલ તે પિંડO. તેનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન. પિંડમાં પાંચ ભૂત છે, તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચ ભૂતની ધૂળ ધારણા બતાવી છે અને તેમાં મન સ્થિર થતાં જે સાધ્ય પિંડમાં રહેલ આત્મા છે તે પિંડસ્થનું ધ્યાન બતાવેલ છે. પિંડસ્થ ધારણાનો ખરો અર્થ આ જ છે કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. આ વાત પાંચમી ધારણા વખતે પ્રગટ કહેવામાં આવશે. (૧૩૬). પૃથ્વી સંબંધી ધારણા -
ગાથાર્થ - તિચ્છલોકના જેવડો એક ક્ષીરસમુદ્ર ચિંતવવો. તેમાં જંબૂઢીપ જેટલા પ્રમાણનું, સોના સરખી હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું. તે કમળનાં કેસરોની પંક્તિની અંદર ચળકતી પીળી કાંતિવાળી મેરુ પર્વતના જેવડી કર્ણિકા ચિંતવવી. તેની ઉપર ધોળા સિંહાસન ઉપર બેઠેલા, કર્મને મૂળથી ઉખેડી નાખવાને તત્પર થયેલા પોતાના આત્માને ચિંતવવો. આ પાર્થિવી ધારણા છે. (૧૩૭, ૧૩૮, ૧૩૯).
ભાવાર્થ - શાંત પ્રદેશમાં પાસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઇષ્ટ દેવ-ગુરુનું સ્મરણ કર્યા પછી, મનમાં કલ્પના કરવી કે એક રાજલોક જેવડો મહાન વિસ્તારવાળો એક સમુદ્ર છે. તે સમુદ્રના આકારે મનને પરિણાવવું, અર્થાત્ તે સ્થળે સમુદ્ર દેખવા પ્રયત્ન કરવો અને તે સમુદ્ર દેખાવો જોઈએ. જેમ આપણે કોઈ નિયમિત ગામ કે સ્થળ પહેલાં ઘણી વાર જોયું હોય અને પછી તેને યાદ કરતા હોઈએ તે વખતે તે સ્થળનો