________________
૧૮૮
ચાર પ્રકારનું ધર્મધ્યાન તેવાઓની ઉપર ઉપકાર કરે છે. (૪/૧૨૦)
હવે માધ્યશ્મભાવનાનું સ્વરૂપ કહે છે –
ગાથાર્થ - નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા જીવોની ઉપેક્ષા કરવી, તેને માધ્યશ્કે કહ્યું છે. (૪/૧૨૧)
ટીકાર્થ - નિઃશંકપણે ક્રૂર કાર્યો કરનારા, દેવ અને ગુરુઓની નિંદા કરનારા, આત્મપ્રશંસા કરનારા એવા જીવો તરફ જે ઉપેક્ષા કરવી, તેને માધ્યશ્મભાવના કહેલી છે.
અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરનારા, મદિરાદિનું પાન કરનારા, પરસ્ત્રી-સેવન આદિ ન સેવવા યોગ્યનું સેવન કરનારા, ઋષિહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા, ગર્ભહત્યા આદિ ફ્રરકાર્ય કરનારા અને વળી પાપનો ભય ન રાખનારા તેમના વિષે, તેવા પણ કેટલીક વખત પાપ કર્યા બદલ પશ્ચાત્તાપ સંવેગ પામનારા હોય તો તેઓ ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે ચોત્રીશ અતિશયવાળા વીતરાગદેવો તથા તેમણે કહેલાં અનુષ્ઠાનોનું પાલન કરનારા અને ઉપદેશ કરનારા એવા ગુરુ મહારાજની રાગ, દ્વેષ, અજ્ઞાન અને પહેલાના ભરમાવેલાપણાથી નિંદા કરનારાઓને વિષે, તેવા પ્રકારના હોવા છતાં કોઈ પ્રકારે વૈરાગ્યદશા પામેલા હોય, આત્મદોષ દેખનારા હોય, તે ઉપેક્ષા કરવા લાયક નથી, માટે કહે છે કે, સદોષવાળા હોવા છતાં પોતાના આત્માની પ્રશંસા કરનારા - પોતાના આત્માને સારો માનનારા હોય તેવાઓને વિષે, મગરોલિયો પથ્થર પુષ્કરાવર્ત મેઘથી પલાળી શકાતો નથી, તેમ ક્રૂર કર્મ કરનારા, દેવતા અને ગુરુઓની નિંદા કરનારા, આત્મ-પ્રશંસકોને ઉપદેશ આપી માર્ગે લાવવા અશક્ય છે, તેથી તેવાઓ પ્રત્યે ઉપેક્ષા-માધ્યશ્મભાવના રાખવી. (૪/૧૨૧)”
(સટીક યોગશાસ્ત્રના આ શ્રી હેમસાગરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
અથવા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. ધ્યાનદીપિકામાં કહ્યું છે –
ગાથાર્થ - પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત એમ બીજી રીતે પણ તે મુનિઓ, ચાર પ્રકારે ધ્યાવે છે, વિચારે છે. (૧૩૫)
ભાવાર્થ - ધ્યાતા એટલે ધ્યાન કરનાર. ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક આલંબન. ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા, એટલે જે આલંબનરૂપ ધ્યેય છે તેમાં અગર તે તરફ અંતરદષ્ટિ કરી, તે લક્ષ સિવાય મનમાં બીજું કાંઈ પણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતની એક વૃત્તિનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરે છે.